નવી દિલ્હીઃ આલોખ નાને રાઈટર-પ્રોડ્યૂસર વિંતા નંદ વિરૂદ્ધ માનહાનિનો કેસ ફાઈલ કર્યો છે. તેણે કેસ કરતાં વિના નંદા પાસે લેખીતમાં માફી અને વળતર તરીકે એક રૂપિયાની માગ કરી છે. ફરિયાદમાં આલોક નાથ અને તેની પત્ની આશુ તરફથી વિંતા નંદાના તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.
2/4
નોંધનીય છે કે, આ પહેલા આલોકનાથ પર 'તારા' ટીવી શોની ડિરેક્ટર વિનતા નંદાએ આરોપ લગાવ્યો હતો કે આલોકનાથે દારુનાં નશામાં તેનો બળાત્કાર કર્યો હતો. વિંતાની આ વાતને સમર્થન સંધ્યા મૃદુલે આપ્યુ ત્યારથી આલોક નાથની ઇજ્જત દાગદાર થઇ ગઇ છે.
3/4
હવે પોતાની ઇજ્જતને થયેલા નુક્શાન બદલ આલોકનાથે વિનતા નંદા વિરુદ્ધ માનાહનીનો કેસ કરી દીધો છે. આ કેસ પેટે વળતરની રકમ તેણે માત્ર 1 રૂપિયો રાખી છે. તેમજ કહ્યું છે કે હું મારી પર લાગેલા આરોપોને દૂર કરવા કોર્ટનો સહારો લઇશ. હું કાયદાકીય લડાઇ લડવા તૈયાર છું.
4/4
આપને જણાવી દઇએ કે, શુક્રવારનાં રોજ આલોકનાથે કોર્ટમાં એક ફરિયાદ પત્ર લખીને કહ્યું છે કે તે પોલીસને આરોપની તપાસનાં આદેશ આપે. આલોક નાથે અંધેરી મેટ્રોપોલિયન કોર્ટમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે પોલીસને તે તમામ સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવા કહ્યું છે જેમાં તેમનાં ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને તેમને બદનામ કરવામાં આવ્યા છે.