શોધખોળ કરો
Advertisement
શું Big Boss-13 પર પ્રતિબંધ લાગશે? સૂચના પ્રસારણ મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન
પત્રકારોએ કેન્દ્રિય મંત્રીને પૂછ્યું હતું કે, શું બિગ બોસ 13 પર પ્રતિબંધનો કોઇ આદેશ આપવામાં આવ્યો છે?
મુંબઇઃ શું સલમાન ખાનનો વિવાદીત શો ‘બિગ બોસ-13’ પર પ્રતિબંધ લાગશે? બિગ બોસ-13 પર સંકટ વચ્ચે શનિવારે કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મોટું નિવેદન આપ્યું છે. પત્રકારોએ કેન્દ્રિય મંત્રીને પૂછ્યું હતું કે, શું બિગ બોસ 13 પર પ્રતિબંધનો કોઇ આદેશ આપવામાં આવ્યો છે?
વાસ્તવમાં તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો કે બિગ બોસ વિવાદ પર સૂચના પ્રસારણ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કારણ કે બિગ બોસની કંન્ટેન્ટને અશ્લિલ ગણાવતા આજે યુપીના ધારાસભ્ય સહિત અનેક સંગઠનોએ વિરોધ કર્યો છે. જાવડેકરે કહ્યું કે, મેં પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે કે બિગ બોસમાં શું બતાવવામાં આવી રહ્યું છે. આ સપ્તાહમાં રિપોર્ટ આવી જશે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ જનપદના લોની વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે પોતાના પત્રમાં લખ્યું કે, બિગ બોસ-13 પ્રસારણ પ્રાઇમ ટાઇમના સ્લોટમાં કહેવામાં આવી રહ્યુ છે કે જેના કંન્ટેન્ટમાં ખૂબ જ અશ્લિલતાનુ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શોને ઘરમાં પરિવાર સાથે જોવો ખૂબ મુશ્કેલ છે. આ પ્રકારના શોના સેન્સરની વ્યવસ્થા કરવી જોઇએ જેનાથી આ પ્રકારની અશ્લિલતા ફેલાવનારા, સામાજિક સમરસતા અને સંસ્કૃતિને ખત્મ કરનારા કાર્યક્રમો પર રોક લગાવી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
ક્રિકેટ
Advertisement