નવી દિલ્હીઃ બૉલીવુડ હિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 નવેમ્બરે ઇટાલીના લેક કોમોમાં કોંકણી રિવાજ પ્રમાણે થઇ ગયા. ફેન્સ પોતાનુ મનગમતું કપલને દુલ્હા-દુલ્હનના ગેટઅપમાં જોવા માટે તરસી રહ્યું છે. સ્ટ્રૉન્ગ સિક્યૂરિટી હોવા છતાં સોશ્યલ મીડિયા પર દીપવીરની ધૂંધળી તસવીરો સામે આવી છે. પણ હજુ સુધી એવો કોઇ ફોટો સામે નથી આવ્યો કે જેમાં સ્પષ્ટરીતે કપલનો લૂક જોવા મળે.
2/5
કોંકણી લગ્ન બાદ 15 નવમ્બરે આજે દીપિકા અને રણવીર સિંધી રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે. ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ બાદ બન્ને ભારતમાં શાનદાર રિસેપ્શન પાર્ટી આપશે. 21 નવેમ્બરે દીપિકાના હૉમટાઉન બેગ્લુંરુમાં રિસેપ્શન પાર્ટી યોજાશે. 28 નવેમ્બરે મુંબઇની હૉટલ ગ્રાન્ડ હયાતમાં બીજી રિસેપ્શન પાર્ટી હશે.
3/5
4/5
ન્યૂલીવેડ કપલની તસવીરોની રાહ જોઇ રહેલા ફેન્સ જ નહીં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ થાકી ગઇ છે. આ પરફેક્ટ પિક્ચરની રાહ જોઇને કેવા હાલ થયા છે, તેને દર્શાવતા સ્મૃતિ ઇરાનીએ ઇન્સ્ટા પર એક ફની-મજાકવાળી પૉસ્ટ શેર કરી છે.
5/5
તસવીરમાં એક કંકાલ બેન્ચ પર બેઠેલુ છે. કેપ્શન આપતા સ્મૃતિએ લખ્યુ કે- ''જ્યારે તમે દીપવીરના લગ્નની તસવીરો માટે લાંબા સમય સુધી રાહ જોઇ હોય..''