શોધખોળ કરો

મિશન મંગલઃ 200 કરોડની ક્લબમાં અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ, સલમાનનો તોડ્યો રેકોર્ડ

મિશન મંગલની શાનદાર કમાણીએ એકવાર ફરી અક્ષય કુમારને બોક્સ ઓફિસનો ખેલાડી સાબિત કરી દીધો છે.

  મુંબઇઃ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ રીલિઝના ચાર સપ્તાહ બાદ પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ફિલ્મએ ભારતમાં 200.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 200 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થનારી અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ બની ગઇ છે. મિશન મંગલની શાનદાર કમાણીએ એકવાર ફરી અક્ષય કુમારને બોક્સ ઓફિસનો ખેલાડી સાબિત કરી દીધો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી લખ્યુ હતું કે, મિશન મંગલે  200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ અક્ષય કુમારની પ્રથમ ડબલ સેન્ચુરી છે. મિશન મંગલે ચોથા સપ્તાહમાં શુક્રવારે 73 લાખ, શનિવારે 1.40 કરોડ રૂપિયા, રવિવારે 2.10 કરોડ, સોમવારે 61 લાખ, મંગળવારે 1.01 કરોડ, બુધવારે 54 લાખ, ગુરુવારે 63 લાખ રૂપિયાની કમાણી કરી છે. મિશન મંગલે ત્રણ દિવસમાં 50 કરોડ, પાંચ દિવસમાં 100 કરોડ, 11 દિવસમાં 150 કરોડ અને 29 દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી અક્ષય કુમારને તેની સૌથી મોટી હિટ આપી દીધી છે. મિશન મંગલ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ હતી. આ અગાઉ સ્વતંત્રતા દિવસના દિવસે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરના નામે હતો. સલમાન-કેટરિનાની ફિલ્મ લાઇફટાઇમ કલેક્શન 198.78 કરોડ હતો. જેને મિશન મંગલે 200 કરોડ કમાણી કરી તોડી દીધો છે. મિશન મંગલ ઇસરોના  મંગલ અભિયાનની સત્ય કહાની પર આધારીત છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારVegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત

PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !

Embed widget