જાણકારી મુજબ તેઓ રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં નજર આવી શકે છે. આ ઉપરાંત તે વિવેક અગ્નિહોત્રીની તાશકંદ ફાઈલ્સનો પણ હિસ્સો છે. આ ફિલ્મમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ પણ છે. આ એક પીરિયડ-થ્રિલર ફિલ્મ છે જે ભારતીય પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પર આધારિત છે.
2/4
તમને જણાવી દઈએ કે નાદુરસ્ત તબિયતના કારણે મિથુને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2009માં શૂટિંગ દરમિયાન મિથુનને ગંભીર ઈજા થઈ હતી.
3/4
મિથુન એક વર્ષ સુધી તેમને ઊટી વાળા ઘરમાં રહ્યા હતા. ત્યાં તેઓ કામથી દૂર બીમારીથી બહાર આવી રહ્યા હતા. સારવાર માટે તેઓ લોસ એન્જેલિસ પણ ગયા હતા. ઠીક થયા બાદ તેઓ મુંબઈ પાછા આવ્યા હતા અને ટીવી શોમાં નજર આવવા લાગ્યા હતા. પરંતુ લાગે છે કે ફરી એકવાર તેમને સાજા થવામાં સમય લાગશે.
4/4
નવી દિલ્હીઃ મિથુન ચક્રવર્તીની તબીયત થોડા સમયથી ખરાબ ચાલી રહી છે. કમરમાં દુઃખાવાની ફરિયાદને કારણે તેઓ 1 વર્ષથી લાઈમલાઈટથી દૂર હતા. સારવાર લઈને તેઓ કામ પર પરત ફર્યા હતા પરંતુ ફરી દુઃખાવો શરૂ થઈ ગયો હતો. હાલમાં તે દિલ્હીમાં સારવાર કરાવી રહ્યા છે.