Moonbin Death: એસ્ટ્રો મેમ્બર મૂનબીને 25 વર્ષે ટૂંકાવ્યું જીવન, ઘરમાંથી મળ્યો કે-પોપ સ્ટારનો મૃતદેહ
Moonbin: સાઉથ કોરિયન સિંગર, એક્ટર, ડાન્સર અને મોડલ મૂનબિને પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Moonbin Death: એસ્ટ્રો સભ્ય મૂનબીનનું 25 વર્ષની વયે અવસાન થયું છે. દક્ષિણ કોરિયાના કેટલાક આઉટલેટ્સે આ અંગે જાણ કરી છે. કોરિયાબુના એક અહેવાલ અનુસાર કે-પૉપ આઇડલ સિયોલના ગંગનમ-ગુમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો. યોનહાપ ન્યૂઝ ટીવીના અહેવાલને ટાંકીને, દક્ષિણ કોરિયાના મનોરંજન પોર્ટલે અહેવાલ આપ્યો કે પોલીસ અધિકારીઓ માને છે કે મૂનબિને આત્મહત્યા કરી છે અને "મૃત્યુના કારણની તપાસ કરવા માટે શબપરીક્ષણની વિચારણા કરવામાં આવી રહી છે."
Sending our prayers and deepest condolences to Moobin's family and Astro members, friends, relatives, also our dearest Aroha 🥺💜
— 天使 (@410minjae) April 19, 2023
this is so heartbreaking, rest in peace Moonbin 🥀 pic.twitter.com/m2xYirGwCq
મૂનબીન તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો
આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર મૂનબીન 19 એપ્રિલે રાત્રે લગભગ 8:10 વાગ્યે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે મેનેજરે તરત જ પોલીસને જાણ કરી હતી. તેમની એજન્સી ફેન્ટેજિયોએ હજુ સુધી મૃત્યુ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
may your soul rest in peace, moonbin🤍 pic.twitter.com/d5n8mDaImh
— 𝗦𝗞𝗬 (@hourlySKY) April 19, 2023
મૂનબીનના નિધનથી ચાહકો આઘાતમાં છે
જ્યારે મૂનબીનના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદનની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા તેના આકસ્મિક મૃત્યુ પર શોક વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.
મૂનબીનના મૃત્યુ પછી ફેન કોન ટૂર રદ કરવામાં આવી
મૂનબિને સાન્હા સાથે એસ્ટ્રો યુનિટ જૂથ સાથે કમબેક કર્યું અને તેઓ ફેન કોન ટૂરનું આયોજન કરવાના હતા. જો કે, આયોજકોએ હવે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 'ભારે હૃદય સાથે, અમે તમને જણાવવા માંગીએ છીએ કે 2023 મૂનબોન અને સાન્હા ફેન કોન ટૂર: જકાર્તામાં 13 મેના રોજ નિર્ધારિત ડિફ્યુઝન રદ કરવામાં આવી છે. ઘણી ચર્ચા અને વિચારણા કર્યા પછી અમારા નિયંત્રણની બહારના અણધાર્યા સંજોગોને કારણે અમારે આ ઇવેન્ટ રદ કરવી પડી, જેને અમે ટાળી શક્યા નહીં. ,





















