શોધખોળ કરો
Advertisement
આ જાણીતી એક્ટ્રેસની દીકરીનું થયું નિધન, ડાયાબિટીઝને કારણે કોમામાં જતી રહી હતી
પાયલ મુખર્જી લાંબા સમયથી ગંભીર પ્રકારના ડાયાબીટીઝથી પીડિતી હતી અને વિતેલા બે વર્ષથી કોમામાં ચાલી ગઈ હતી.
મુંબઈઃ 70 અને 80ના દાયકાની જાણીતી એક્ટ્રેસ મૌસમી ચેટર્જી અને પોતાના જમાનાના જાણીતા ગાયક રહેલ દિવંગત હેમંત કુમારની પૌત્રી પાયલ મુખર્જીનું ગુરુવારે મુંબઈના માહિમ સ્થિત હિંદુજા હોસ્પિટલમાં નિધન થયું છે. તે માત્ર 45 વર્ષની હતી. ફોન કરવા પર ખુદ મૌસમી ચેટર્જીએ એબીપીને પોતાની દીકીરની મોતની પુષ્ટિ કરી છે.
જણાવીએ કે, પાયલ મુખર્જી લાંબા સમયથી ગંભીર પ્રકારના ડાયાબીટીઝથી પીડિતી હતી અને વિતેલા બે વર્ષથી કોમામાં ચાલી ગઈ હતી. નોંધનીય છે કે, મૌસમી તથા જયંત મુખર્જીએ જમાઈ પર દીકરીની સારસંભાળ ઠીકથી ના કરવાનો આરોપ મૂક્યો હતો. આટલું જ નહીં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને દીકરીની સાર-સંભાળ કરવાની પરવાનગી માગી હતી.
મૌસમી તથા જયંતીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2010મા ડિકી સિંહા સાથે લગ્ન કર્યાં બાદ પાયલ ગંભીર રીતે બીમાર રહેવા લાગી હતી. પાયલને વર્ષ 2017મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની માતા તથા પરિવારના અન્ય સભ્યો કાળજી રાખતા હતાં. થોડાં મહિના પહેલાં જ કોમાની સ્થિતિમાં પાયલને રજા આપવામાં આવી હતી અને ત્યારબાદથી પાયલને ખાર સ્થિત તેના ઘરે જ તેને ટ્રિટમેન્ટ આપવામાં આવતી હતી.
પાયલના માતા-પિતાએ અરજીમાં લખ્યુ હતુ કે 28 એપ્રિલ 2018માં પાયલને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી. ડિકીએ સારવાર માટે એક નર્સ રાખી. ડોક્ટરે સારવાર માટે એક સતત ફિઝીયોથેરાપીસ્ટ રાખવાનું અને એક ચોક્કસ પ્રકારનું ડાયટ કરવાનું જણાવ્યુ પણ પાયલની કોઈએ પરવાહ ન કરી. ડિકીએ ધીમે ધીમે આ બધુજ બંધ કરાવી દીધુ. સ્ટાફનો પગાર ન થતા નર્સ છોડીને જતી રહી. જમાઈએ પાયલનો મેડિકલ રિપોર્ટ બતાવવાની ઘસીને ના પાડી દીધી. ડિકીતો તેના માતા-પિતાને મળવા દેતો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement