નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ વિરૂદ્ધ બાકીના રૂપિયા ન આપવાના કારણે ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર YT એન્ટરટેનમેન્ટ લિમિટેડ નામની કંપનીએ અર્જુન વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
2/3
જે કંપનીએ અર્જુનને રૂપિયા આપ્યા હતા તે ફિલ્મોને પણ ફંડ કરે છે અને તેણે રામપાલને બીજા કરતાં ઘણાં ઓછા રેટ પર લોન આપી હતી. અહેવાલ અનુસાર કંપનીની પાસે અર્જુનને કરવામાં આવેલ કોઈપણ રકમનો અધિકાર ત્યાં સુધી છે જ્યાં સુધી તેની પાસેથી બાકીના રૂપિયા રિકવર ન થઈ જાય.
3/3
અર્જુનને 12 ટકા વ્યાજે 1 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનું હતું પરંતુ તે કરવામાં નિષ્ફળ ગયા. રામપાલે આ વર્ષે 9 મેના રોજ કંપની પાસેથી લોન લીધી હતી અને તેણે વચન આપ્યું હતું કે તે 90 દિવસની અંદર રૂપિયા ચૂકવી દેશે. બાદમાં કંપનીને જે ચેક આપવામાં આવ્યો તે બાઉન્સ થઈ ગયો અને બાદમાં કંપનીએ રૂપિયાની રિકવરી માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત અર્જુન વિરૂદ્ધ કેસ કર્યો.