શોધખોળ કરો
પાકિસ્તાનમાં નહી રિલીઝ થાય ધોનીની ફિલ્મ ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’: સૂત્ર

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાને લઈને માહોલ ગરમ છે, ત્યારે બોલિવુડના તમામ કલાકારો પુછી રહ્યા છે શું પાક કલાકારોને નિશાન બનાવવાથી આતંકવાદ બંધ થશે ખરો. મુંબઈથી નિકળેલી આ આગ બેંગલુરૂ સુધી પહોંચી છે, બોલિવૂડમાં મશહુર પાક ગાયક શફ્ફત અમાનત અલીનો 30 સપ્ટેમ્બરના રોજ યાજાનાર શો ને રદ્દ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ ભારતમાં પાક કલાકારોની વિરૂધ્ધનો માહોલ અને ફવાદ ખાનની ઘર વાપસી પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. એમએનએસના પાક કલાકારોના લઈને કરેલા નિવેદન બાદ બોલિવુડ એક થઈ પાક કલાકારો સાથે ઉભું છે.
વધુ વાંચો





















