મુંબઈઃ વર્ષે પહેલા આવેલ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વિશાલ ઠક્કર વિતેલા ત્રણ વર્ષથી ઈન્ડસ્ટ્રીમાંથી લાપતા છે. વર્ષ 2015માં ડિસેમ્બરથી લાપતા છે અને અત્યાર સુધી કોઈ પતો લાગ્યો નથી. મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 2015માં 31 ડિસેમ્બરે સાંજે જ તે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને અત્યાર સુધી પરત ફર્યો નથી. એ સાંજે તેણે પોતાની માતા સાથે પોતાની સાથે ફિલ્મ સ્ટાર વોર્સ જોવા માટે કહ્યું પરંતુ માતા દુર્ગાએ જવાની ના પાડી દીધી.
2/4
ત્યાર બાદ રાત્રે 10 કલાકે વિશાલે પોતાની માતા પાસેથી 500 રૂપિયા લીધા અને ઘરેથી નીકળી ગયો. એ રાત્રે 1 કલાકે તેણે તેના પિતાને મેસેજ કર્યો કે તે એક પાર્ટીમાં જઈ રહ્યો અને સવારે ઘરે આવશે. પરંતુ બીજી સવારે ઘરે ન આવ્યો અને હવે ત્રણ વર્ષ થઈ ગયા છે અને વિશાલનો કોઈ પતો લાગ્યો નથી. તેની 60 વર્ષની માતા દુર્ગા ખૂબ જ પરેશાન છે.
3/4
વિશાળનું છેલ્લું લોકેશન ઘોડબંદર રોડ પર મળ્યું હતું જ્યાં તે તેની ગર્લફ્રેન્ડ સાથે હતો. ત્યાંથી તેણે અંધેરી માટે ઓટો લીધી હતી અને ત્યારથી વિશાલનો ફોન બંધ છે.
4/4
તમારી જાણકારી માટે જણાવીએ કે, વિશાલની ગર્લફ્રેન્ડે તેના પર રેપનો આરોપ લગાવ્યો હતો. જોકે બાદમાં બન્નેએ મળીને સમાધાન કરી લીધું હતું અને વિશાલ વિરૂદ્ધ કરવામાં આવેલ કેસ પણ પરત ખેંચી લીધો હતો. પરંતુ આ ઘટના બાદથી વિશાલ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો. રેપનો આરોપ લાગ્યા બાદ વિશાલ પાસે કોઈ કામ ન હતું.