શોધખોળ કરો
Advertisement
પુલવામા આતંકી હુમલા પર સિદ્ધુના નિવેદન પર ભડક્યા લોકો, કહ્યું- બંધ કરો કપિલ શર્મા શૉ
મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાંથી લોકોએ આ ઘટનાની આકરી નિંદા કરી રહ્યા છે. બૉલિવૂડ સેલેબ્સેથી લઇને ટીવી સ્ટાર્સે પણ આ હુમલાની નિંદા કરી છે. આ હુમલા બાદ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને દેશમાં પ્રતિબંધ લગાવવાની માંગ પણ થઇ રહી છે.તેની વચ્ચે પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુએ પુલવામાં પર આપલા નિવેદન બાદ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા છે.
પુલવામાં હુમલામાં સીઆરપીએફ જવાનોના મોત પ્રતિ એકજૂટતા દેખાડતા પંજાબ વિધાનસભાની કાર્યવાહી સ્થગતિ કરવામાં આવી અને તેના બાદ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, શું કેટલાક લોકોની કરતૂતો માટે આખા દેશને જવાબદાર ઠેરવી શકાય? તેમણે કહ્યું કે આ એક ખૂબજ કાયરતાપૂર્ણ હુમલો હતો અને આ હુમલાની આકરી નિંદા કરું છું. હિંસાને કોઈ પણ પ્રકારે ઉચિત ગણાવી શકાય નહીં અને જેમણે આ કર્યું છે તેમને તેની સજા મળવી જ જોઈએ.
સિદ્ધુના આ નિવેદનને લઇને સોશિયલ મીડિયા યૂઝર્સના તેના પર નિશાન સાધ્યુ છે. તેઓએ કપિલ શર્મા શૉ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી, કેટલાક ટ્રોલ્સની માંગ છે કે સિદ્ધુને કપિલ શર્માના શોમાંથી બહાર કરી દેવામાં આવે નહીં તો આ શૉને બોયકોટ કરીશું.
@SonyTV @KapilSharmaK9 We request you to expel @sherryontopp from The Kapil Sharma Show & show courtesy to nation where you earn revenue. Removing him would be great tribute to our martyrs of Pulwama,else we would boycott this show henceforth "Kapil Sharma"
— Hitesh Vyas (@vyashit) February 15, 2019
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મજદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધારે જવાનોના મોત થયા છે. આ પહેલા પણ સિદ્ધુ તેના મિત્ર અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પહોંચ્યા હતા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે પણ વિવાદ થયો હતો. આતંકી હુમલોઃ વધુ એક મોટો ખુલાસો થયો, કાર બોમ્બમાં આ વિસ્ફોટક પદાર્થનો થયો હતો ઉપયોગWith what face will that disgrace #navjotsinghsidhu now appear on Kapil Sharma show and crack jokes. No respect for the soldiers. #bycottkapilsharmashow #Pulwama #PulwamaAttack
— Sachin Kumar (@SachinKrIndia) February 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion