શોધખોળ કરો
Advertisement
Video: સેલ્ફીના ચક્કરમાં બોલિવૂડના આ દિગ્ગજ કલાકારને ભીડે ચઢાવ્યો ધક્કે, હાથમાં થયું ફ્રેક્ચર
નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડમાં આટે મોટા સ્ટાર તરીકે ઓળખાય છે પરંતુ તેમણે આ સિદ્ધી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે.
મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડમાં આટે મોટા સ્ટાર તરીકે ઓળખાય છે પરંતુ તેમણે આ સિદ્ધી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. જૂનિયર આર્ટિસ્ટથી લઈને એક મોટા સ્ટાર સુધી નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણું કર્યું છે. નવાઝુદ્દીનના ફેન ફોલઇંગ પણ કંઈક એવા જ છે જે પાગલપનની તમામ હદ પાર કરી દે છે.
જોકે કાનપુરમાં ફેન્સ જ નવાઝુદ્દીન સિદ્દીકી માટે તકલીફરૂપ બની ગયા. નવાઝુદ્દીનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો કાનપુર શહેરની કોઇ ઇવેન્ટનો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નવાઝુદ્દીન આ ઇવેન્ટ પૂર્ણ કરીને જેવો બહાર નીકળ્યો ફેન્સ તેને ઘેરી વળ્યા હતા. આ દરમિયાન એક પ્રશંસકે સેલ્ફી લેવા માટે નવાઝુદ્દીનને ગળેથી પકડીને તેની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. એક્ટર સાથે થયેલી આ ખેંચતાણને જોઇને સિક્યોરિટી ગાર્ડ એલર્ટ થઇ ગયા હતા. જો કે આ દરમિયાન નવાઝુદ્દીનનાં હાથમાં ફ્રેક્ચર થઇ ગયું હતુ. જ્યારે આ ઘટના વિશે નવાઝુદ્દીનને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “ફેન દ્વારા આ રીતે ખેંચવાથી મારા હાથમાં ફેક્ચર થઇ ગયું. મસલ્સમાં પણ ખેંચ છે, પરંતુ કોઈ વાત નહીં. તેમની પોતાની રીત હોય છે, આ વાસ્તવિક્તામાં તેમનો પ્રેમ છે.”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement