શોધખોળ કરો
Advertisement
નેહા કક્કડને ઘેરીને ઉભા રહી ગયા બે બાળકો, પછી સિંગરે જે કર્યું તેનો Video થઈ રહ્યો છે વાયરલ
થોડા સમય પહેલા નેહા કક્કડ ઈન્ડિયન આઈડલ 11ના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે લગ્નને લઈને ચર્ચામાં હતી.
નવી દિલ્હીઃ નેહા કક્કડ હાલ ઈન્ડિયન આઈડલની સીઝન 11 જજ કરી રહી છે. બોલિવુડની આ સિંગર પોતાની દરિયાદિલી એટલે કે ગરીબોને મદદ કરવા માટે જાણીતી છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને તેના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.
નેહાનો જે વીડિયો સામે આવ્યો છે તેમા જોઈ શકાય છે કે, એક ફેન સાથે સેલ્ફી ક્લિક કરાવી રહી છે એવામાં કેટલાક ગરીબ બાળકો ત્યાં આવી જાય છે અને તેને ઘેરીને ઊભા રહી જાય છે. તેમને જોઈને નેહા તેના પર્સમાં 2 હજારની નોટ કાઢી છે અને બાળકોને આપી દે છે. વીડિયોમાં નેહા કક્કડનો આ અંદાજ જોઈને ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ તેને ક્યૂટ પણ કહી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે આ વીડિયો. જેમાં નેહા કક્કડ તેની આસપાસ ઊભેલાં બાળકોને જોતાં જ પર્સમાંથી 2 હજારની નોટ કાઢે છે અને 2 ગરીબ બાળકોને આપે છે અને કહે છે કે તમે બંને આમાંથી લઈ લેજો. પણ ત્યાં ઊભેલી એક બાળકી કહે છે કે, એ મને નહીં આપે તો નેહા તેને પણ 2 હજાર રૂપિયાની નોટ આપી દે છે. પછી જ્યારે નેહા ત્યાંથી જવા લાગે છે ત્યારે ફોટોગ્રાફર્સ તેને લગ્ન વિશે સવાલ કરે છે ત્યારે સિંગર હંસવા લાગે છે. થોડા સમય પહેલા નેહા કક્કડ ઈન્ડિયન આઈડલ 11ના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે લગ્નને લઈને ચર્ચામાં હતી. બંનેએ ઈન્ડિયન આઈડલના સેટ પર લગ્ન કર્યા હતા તો પંડિતજીએ મંત્રોચચ્ચા કર્યા હતા. બંનેના લગ્નનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે, આ લગ્ન સાચેમાં નહોતા માત્ર દર્શકોના મનોરંજન માટે કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement