શોધખોળ કરો
Advertisement
નેહા કક્કડે આદિત્ય નારાયણના લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો વિગત
ઈન્ડિયન આઈડલ હોસ્ટ આદિત્ય નારાયણ સાથે પબ્લિસિટી સ્ટંટ માટે લગ્ન કરનાર નેહા કક્કડે આદિત્ય નારાયણના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.
મુંબઈ: ઈન્ડિયન આઈડલ સીઝન 11 જજ નેહા કક્કડ અને હોસ્ટ આદિત્ય નારાયણના રોમાન્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બન્નેના લગ્નનની પણ ખૂબ ચર્ચા થઈ. ગ્રેન્ડ ફિનાલેમાં બન્નેના લગ્ન પણ કરાવવામાં આવશે. પરંતુ જ્યારે બન્ને સાચે જ એકબીજા સાથે રિલેશનમાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ ત્યારે બન્ને કલાકારોએ આગળ આવીને ખુલાસો કરવો પડ્યો હતો અને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધું હતું. આ બધુ ટીઆરપી માટે કરવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે નેહાએ એક ઈન્ટરવ્યૂમાં આદિત્યના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.
નેહા કક્કડે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, આદિત્ય ખૂબજ સારા વ્યકિત છે. તેમની પાસે ખૂબસૂરત દિલ છે. મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે મારો પ્રિય દોસ્ત આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હું તેને ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું અને દુઆ કરું છું કે આ બન્ને હંમેશા આ રીતે જ ખુશ રહે.
નેહા અને આદિત્યના લગ્નની ખબરો પર તે સમયે વધુ જોર પકડ્યું જ્યારે તેનો જયમાલાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ઈન્ડિયન આઈડલના સેટનો જ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આદિત્ય નારાણયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “ જો હું પોતાના જીવનનો એટલો મોટો નિર્ણય લઈશ ત્યારે હું ખૂદ તેની જાહેરાત કરીશ. લગ્ન મારા માટે એક મોટો નિર્ણય છે. હું તેને છૂપાવીશ નહીં. સાચું તો એ છે આ બધુ મજાક તરીકે શરૂ થયું હતું અને લોકોએ તેને ગંભીરતાથી લઈ લીધું.”View this post on Instagram
હવે આદિત્ય નારાયણ આ વર્ષ વરરાજા બની જશે, પરંતુ સિંગર નેહા કક્કડની લવ લાઈફ ખૂબજ વિવાદોમાં ચાલી રહી છે. તેણે હિમાંશ કોહલી સાથે ઘણા સમય પહેલા બ્રેકઅપ કરી લીધું હતું પરંતુ તકલીફો ખત્મ થવાનું નામ નથી લઈ રહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion