શોધખોળ કરો
Advertisement
કયા દેશના પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી અમિતાભ બચ્ચન અને પરિવારને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી, જાણો
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુંબઈ: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. આજે એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો છે.
બચ્ચન પરિવારમાં કોરોના આવતા સમગ્ર દેશમાં તેમના પ્રશંસકો જલ્દી સ્વસ્થ થવાની પ્રાથર્ના કરી રહ્યા છે. ત્યારે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પણ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ અમિતાભ અને તેમના પરિવારની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે કહ્યું કે તેઓ ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના દિકરા અભિષેક બચ્ચનના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને કહ્યું, શ્રીમતી ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા અભિષેક બચ્ચન પણ કોવિડ-19 પોઝિટિવ છે. શ્રીમતી જયા બચ્ચનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે. બચ્ચન પરિવાર ઝડપથી સ્વસ્થ થાય તેવી અમે આશા રાખીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement