દુનિયાભરમાં ધૂમ મચાવનારી આ વેબ સીરીઝમાં બતાવવામાં આવ્યા છે એકદમ ખરાબ સીન્સ, બાળકોને દુર રાખવા ખુદ સરકારે કરી અપીલ, જાણો વિગતે
ઇંગ્લિશ કાઉન્સિલે માતા-પિતાને અપીલ કરી છે કે તે પોતાના બાળકોને આનાથી દુર રાખો. રિપોર્ટ અનુસાર, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ સીરીઝમાં બતાવવામાં આવેલા હિંસક ચેલેન્જની નકલ કરી રહ્યાં છે.
Squid Game: નેટફ્લિક્સ (Netflix)ની વેબસીરીઝ 'સ્ક્વિડ ગેમ' (Squid Game) દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, આ સીરીઝને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે, પરંતુ હવે આ સીરીઝથી નાના બાળકોને દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઇંગ્લિશ કાઉન્સિલે માતા-પિતાને અપીલ કરી છે કે તે પોતાના બાળકોને આનાથી દુર રાખો. રિપોર્ટ અનુસાર, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ સીરીઝમાં બતાવવામાં આવેલા હિંસક ચેલેન્જની નકલ કરી રહ્યાં છે.
'સ્ક્વિડ ગેમ'થી પોતાના બાળકોને રાખો દુર-
સેન્ટ્રલ બેડફૉર્ડશાયર કાઉન્સિલ (Central Bedfordshire Council ) ની એજ્યૂકેશન સેફગાર્ડ ટીમે અભિભાવકેને એક ઇમેલ મોકલીને અપીલ કરી છે કે બાળકો અને યુવા 'સ્ક્વિડ ગેમ'માં બતાવવામાં આવેલી હિંસા અને રમતની નકલ કરી રહ્યાં છે. બાળકો પણ આ સીરીઝની ગેમને પુનરાવર્તન કરી રહ્યાં છે, અને ચેલેન્જ હારનારાઓને દંડ આપવા માટે શારીરિક હિંસાનો ઉપયોગ કરી રહ્યાં છે. આ મહિને બેલ્જિયમની એક સ્કૂલે બતાવ્યુ હતુ કે બાળકો તે લોકો સાથે મારા મારી કરી રહ્યાં છે જેમને તેઓ ગોળી મારવા માટે લઇ જાય છે, જેમ કે 'સ્ક્વિડ ગેમ'માં હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમે દ્રઢતાથી સલાહ આપીએ છીએ કે બાળકોને 'સ્ક્વિડ ગેમ' ના જોવી જોઇએ. આ શૉમાં વધારે પડતી હિંસા બતાવવામાં આવી છે. સ્કૂલોએ અભિભાવકોને પણ આ રીતની ચેતાવણી મોકલી છે.
શું છે 'સ્ક્વિડ ગેમ'ની સ્ટૉરી-
'સ્ક્વિડ ગેમ'ના 9 એપિસૉડ છે, આ શૉ હોંગ ડોંગ ડ્યૂક (Hwang Dong-hyuk)એ ડાયરેક્ટ કર્યો છે. આ વેબસીરીઝ 17 સપ્ટેમ્બર 2021એ નેટફ્લિક્સ પર લૉન્ચ થઇ હતી. આ સીરીઝમાં 456 લોકોના એવા ગૃપને બતાવવામાં આવ્યા છે, જે દેવાની જાળમાં ફસાયા છે. પૈસા માટે તેમને આ ગેમનો ભાગ બનાવવામાં આવ્યા છે, જેમાં ચેલેન્જ હારનારાને ગોળી મારી દેવામાં આવે છે. અંતમાં માત્ર એક વિજેતા બચે છે, જેને 38.7 મિલિયન ડૉલરની રકમ આપવામાં આવે છે.