શોધખોળ કરો
નિક જોનાસે પ્રિયંકા સાથે કેવી રીતે પ્રેમમાં પડ્યો તે અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
1/4

અમેરિકન સિંગરે કહ્યું કે, તે પ્રિયંકાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યો હતો. મે 2017 સુધી તેઓ એકબીજાને ઓળખતા પણ નહોતા પરંતુ ગાલા એવોર્ડ દરિમિયાન તેમની મુલાકાત થઈ. જે બાદ અમારી સતત મુલાકાતો થવા લાગી. ધીમે ધીમે આ મુલાકાતો પ્રેમમાં પરિણમી અને અમે બંનેએ સંબંધને એક નામ આપવાનું નક્કી કર્યું.
2/4

શોમાં તેણે એમ પણ કહ્યું કે તે અમે બંને વિવિધ જગ્યાએ મોટા થયા હોવાથી અમારા માટે આ બહુ કિંમતી સમય છે. સગાઈના થોડા સપ્તાહ પહેલા મીડિયાએ તેમને પ્રિયંકા સાથે રોમાન્સ કરતા હોવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં નિકે કહ્યું હતું કે, તે અને પ્રિયંકા માત્ર મિત્રો છે. જે અંગે તેણે કહ્યું કે, મીડિયા ઈન્ટરવ્યૂમાં અંગત પ્રશ્નો પૂછતું હોય છે. અમારે પણ કેટલીક ગોપનીયતા હોય છે. હવે અમે સગાઇ કરી લીધી છે.
Published at : 09 Sep 2018 04:10 PM (IST)
View More





















