શોધખોળ કરો
Advertisement
આઈટમ ગર્લ નોરા ફતેહીને કોણે છૂટું ચપ્પલ માર્યું, વીડિયો થયો વાયરલ
નોરા આ વીડિયોમાં વૈપ ચેલેન્જ પુરી કરી છે. જે જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. તે મોટેભાગે પોતાની તસવીરો અને વીડિયો શેર કરી ફેન્સ સાથે જોડાયેલ રહે છે. નોરા ફતેહી પોતાના ડાન્સથી પણ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવે છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની મમ્મી તેને ચપ્પલ મારતી જોવા મળી રહી છે. નોરાએ આ વીડિયોને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 27 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને લઈને ફેન્સની સાથે સાથે બોલિવૂડ કલાકાર પણ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.
નોરા આ વીડિયોમાં વૈપ ચેલેન્જ પુરી કરી છે. જે જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી છે. ત્યારે તેની માતા રસોડામાં કામ કરી રહી હોય છે. ત્યારે તે નોરાનો અવાજ સાંભળે છે અને કેમેરા સામે જુએ છે. પરંતુ અભિનેત્રીને ડાન્સ કરતાં જોઈને તે ચપ્પલનો ઘા કરે છે. ઉલ્લેખનીય છે કે નોરાની મમ્મીનો કિરદાર પણ નોરા જ નિભાવી રહી છે. હવે આ વીડિયો વાયરલ થતાં લોકો અને સેલેબ્રિટી પણ કોમેન્ટ કરી રહ્યા છે.
જણાવીએ કે, નોરા ફતેહીએ અનેક બોલિવૂડ ફિલ્મોમાં પોતાના ડાન્સથી ચાર ચંદ લગાવવામાં કોઈ કસર નથી છોડી. દિબલરથી લઈને સાકી સાકી સુધી દરેક ગીતમાં નોરા ફતેહી અલગ જ અંદાજમાં જોવા મળી છે. હાલમાં જ એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સમાં મહત્ત્વની ભૂમિકા ભ જવી હતી. ફિલ્મમાં તેના ‘ગર્મી સોંગ’એ તો રિલીઝ થતા પહેલા જ ધૂમ મચાવી દીધી હતી. જ્યારે હવે ટૂંકમાં જ નોરા ફતેહી અજય દેવગનની સાથે ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આ ફિલ્મમાં પણ એક્ટ્રેસ પોતાના ડાન્સથી ધૂમ મચાવતી જોવા મળશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement