શોધખોળ કરો
Advertisement
આ હોટ એક્ટ્રેસ રણબીર કપૂરને રૂમાલમાં વીંટળાયેલો જોવા માગે છે, આલિયાને જોઈને કહ્યું- Sorry
આઈફા 2019નો એક પ્રોમો વીડિયો વાયરલ થયો છે જેમાં ઘણાં બધા એક્ટર્સ સાથે બેઠેલા જોવા મળે છે.
મુંબઈઃ રણબીર કપૂર બોલિવૂડની અનેક ટોપ હીરોઈન્સને ડેટ કરી ચૂક્યો છે. દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, પાકિસ્તાની એક્ટ્રેસા માહિરા ખાન અને હાલમાં તે આલિયા ભટ્ટની સાથે છે. પરંતુ લાગે છે કે હવે બોલિવૂડની વધુ એક હીરોઈન તેના પર ફીદા થઈ ગઈ છે. એક્ટ્રેસનું નામ છે નુસરત ભરૂચા. નુસરતે રણબીરને એક ખાસ લુકમાં જોવામી ફરમાઈશ કરી છે. નુસરત ભરૂચા રણબીર કપૂરને ફરી એક વખત રૂમાલમાં વીંટળાયેલો જોવા માગે છે.
આઈફા 2019નો એક પ્રોમો વીડિયો વાયરલ થયો છે જેમાં ઘણાં બધા એક્ટર્સ સાથે બેઠેલા જોવા મળે છે. આ ઈવેન્ટને હોસ્ટ કરતાં આયુષ્માન ખુરાનાએ નુસરત ભરૂચાને પૂછ્યું કે તે કોઈને એક્ટરને બિગ બોસના ઘરમાં રૂમાલમાં વીંટળાયેલો જોવા માગે છે. તે વાત પર તેણે બિન્ધાસ્ત જવાબ આપતા કહ્યું કે, ‘બોલું…રણબીર કપૂર’. નુસરતે આપેલા જવાબથી ત્યાં બેઠેલા લોકો ચીસો પાડવા લાગ્યા. તેના પછી આયુષ્માન કહે છે કે આલિયા અહીં બેઠી છે. ત્યારે આલિયા ભટ્ટ પણ નુસરત તરફ આંગળી કરીને બતાવે છે. ત્યાર બાદ નુસરત હસતાં હસતાં કહે છે, ‘સોરી’. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાછલા કેટલાક મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમના લગ્નની ચર્ચા પણ ચાલી હતી. કહેવાય છે કે બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાશે.#IIFA20 par reveal kiya humare stars ne ke kisko dekhna chaahte hain woh in the #BiggBoss house! Tune in to #IIFAAwards on 20th Oct at 8 PM. @ayushmannk @vickykaushal09 @NushratBharucha @aliaa08 @RanveerOfficial @Aparshakti #IIFAhomecoming #IIFA2019 pic.twitter.com/txlGk2UUpa
— COLORS (@ColorsTV) October 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement