(Source: ECI/ABP News/ABP Majha)
News: જાણીતા ફિલ્મ નિર્માતા પર દુષ્કર્મનો આરોપ, યંગ એક્ટ્રેસે પોલીસમાં નોંધાવી દુષ્કર્મ આચરવાની ફરિયાદ
Omar Lulu Case: પ્રિયા પ્રકાશ વૉરિયરની ફિલ્મ ઓરુ ઓદાર લવના ડિરેક્ટર ઓમર લુલુ મોટી મુશ્કેલીમાં ફસાયા છે. ફિલ્મ નિર્માતા પર એક અભિનેત્રીએ દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે
Omar Lulu Case: પ્રિયા પ્રકાશ વૉરિયરની ફિલ્મ ઓરુ ઓદાર લવના ડિરેક્ટર ઓમર લુલુ મોટી મુશ્કેલીમાં ફસાયા છે. ફિલ્મ નિર્માતા પર એક અભિનેત્રીએ દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. એક અભિનેત્રીએ ઓમર લુલુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલા એક યુવા અભિનેત્રી છે જેણે કેરળ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
પીટીઆઈ અનુસાર, એર્નાકુલમ ગ્રામીણ પોલીસના એક અધિકારીએ આ મામલાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે એક્ટ્રેસની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ એક્ટ્રેસે દુષ્કર્મ આરોપ લગાવ્યો છે. જો કે હજુ સુધી આ મામલે વધુ માહિતી મળી નથી. એકવાર પોલીસ ડિરેક્ટર વિરુદ્ધ નક્કર પુરાવા એકઠા કરી લે, પછી ઓમર લુલુની ધરપકડ થઈ શકે છે.
ઓમર લુલુ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યારે આ મામલે વધુ માહિતી નથી. પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઓમર લુલુએ 2016માં આવેલી મલયાલમ ફિલ્મ હેપ્પી વેડિંગથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેમની આ ફિલ્મ તે વર્ષની મલયાલમ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મે 100 દિવસમાં 13.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી તેણે 2019માં ચંકઝ અને ઓરુ ઓદાર લવ બનાવી. આ ફિલ્મથી જ પ્રિયા પ્રકાશ વૉરિયર નેશનલ ક્રશ બની ગઈ હતી. આ ફિલ્મના તેણીના આંખ મારવાના દ્રશ્યો વાયરલ થયા હતા અને તે દરેક જગ્યાએ લોકપ્રિય બની હતી.