OMG 2: ફિલ્મનો મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ કર્યો વિરોધ, તો સદગુરૂએ કરી પ્રશંસા, કહી આ વાત
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ OMG-2નો વિવાદ વધી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મ મેકર્સને નોટિસ મોકલી છે. તો સદગુરૂએ ફિલ્મની પ્રશંસા કરી છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ OMG-2નો વિવાદ વધી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મ મેકર્સને નોટિસ મોકલી છે. મહાકાલ મંદારના પૂજારી પંડિત મહેશ શર્માએ ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપી હતી કે ફિલ્મમાં બાબા મહાકાલ વિશેની કોઈપણ ખોટી રજૂઆતને દૂર કર્યા પછી જ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મના નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. જેમાં વાંધાજનક સીન હટાવીને જાહેરમાં માફી માંગવાનું કહેવામાં આવ્યું છે. જો કે બીજી તરફ સદગુરૂએ અક્ષય કુમારની ફિલ્મની પ્રશંસા કરી છે.
OMG 2: સદગુરુએ અક્ષય કુમારની આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ. સદગુરુને ફિલ્મ ખૂબ પસંદ આવી, જ્યારે UAE એ OMG 2 ને 12A સર્ટિફિકેટ આપ્યું છે.
અક્ષય કુમારની ફિલ્મ OMG 2 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. સદગુરુએ પણ આ ફિલ્મ સ્પેશિયલ સ્ક્રિનિંગમાં જોઈ. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, UAE એ અક્ષય કુમારની આ ફિલ્મને 12A સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. આ અંગે સદગુરુએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સદગુરૂએ કર્યું ટ્વીટ
સદગુરૂએ એક ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે કે, જેમાં તે A સર્ટિફિકેટ વિશે વાત કરતા જોવા મળે છે. સદગુરે ટ્વીટમાં લખ્યું છે કે, A સર્ટિફિકેટમાં ટીનએજર્સેને પણ સામેલ કરવા જોઇએ. હ્યુમન બાયોલોજીને સમજાવવું અને કોઇ વ્યક્તિની જૈવિક જરૂરિયાતને જવાબદારીપૂર્વક બતાવવું તે એક સારી વાત છે. આ એક એવા રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપશે, જેમાં લોકો નિષ્પક્ષ હશે અને ઉચિત હશે.
સદગુરૂને મળવા પહોંચ્યા અક્ષય કુમાર
થોડા સમય પહેલા જ અક્ષય કુમાર સદગુરૂના યોગ કેન્દ્ર ઇશા તેમને મળવા પહોંચ્યાં હતા. તેમણે સદગુરૂને તેમની અપકમિંગ ફિલ્મ પણ બતાવી હતી. ઓએમજી 2ની સ્પેશિયલ સ્ક્રિનિંગ બાદ સદગુરૂએ અક્ષય કુમારની આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. અક્ષય કુમારે સોમવારે તેમની સ્પેશિયલ સ્ક્રિનિંગ માત્ર સદગુરૂ માટે જ રાખી હતી. આ કારણે જ સદગુરૂએ પણ ટવીટ કરીને તેમની ફિલ્મનું રિવ્યુ આપ્યું હતું.
સદગુરૂએ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની કરી પ્રશંસા
સદગુરૂએ એક ટવીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, નમસ્કાર અક્ષય કુમાર.ર્ઇશા યોગ કેન્દ્રમાં આપનું આવવું અને આપની અપકમિંદ ફિલ્મ ઓએમજી2 જોવી અને તેના વિશે જાણવું તે ખૂબ જ સારો અનુભવ રહ્યો,આ ફિલ્મ યંગ લોકો માટે સારી સીખ આપે છે. આ ફિલ્મ બતાવે છે કે, શરીર, મગજ અને ભાવના પર ખુદનો નિયંત્રણ હોવું જોઇએ.