Oscar 2024 Full Winner List: ઓસ્કર 2024માં 'ઓપેનહાઇમર'નો દબદબો, 'બેસ્ટ ફિલ્મ' સહિતના સાત એવોર્ડ જીત્યા
Oscar 2024 Full Winner List: લોસ એન્જલસમાં હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Oscar 2024 Full Winner List: ઓસ્કર 2024 અથવા 96th Academy Awards અમેરિકાના લોસ એન્જલસમાં યોજાઇ રહ્યા છે. લોસ એન્જલસમાં હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ અભિનેતા-અભિનેત્રી, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને એક્ટ્રેસ સહિત અનેક વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈ શકો છો.
ફિલ્મ ‘ઓપનહાઇમર’નો દબદબો
ડિરેક્ટર ક્રિસ્ટોફર મોલનની ફિલ્મ ઓપનહાઇમરે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ઓસ્કર 2024માં ઓપનહાઇમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું જેમાંથી ફિલ્મએ સાત એવોર્ડ જીત્યા હતા. જેમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોટિંગ એક્ટરનો સમાવેશ થાય છે.
To close out the night, the Academy Award for Best Picture goes to... 'Oppenheimer'! #Oscars pic.twitter.com/nLWam9DWvP
— The Academy (@TheAcademy) March 11, 2024
And the Oscar for Best Actress goes to... Emma Stone! #Oscars pic.twitter.com/IbKHKWSiby
— The Academy (@TheAcademy) March 11, 2024
એમા સ્ટોને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. તે સ્ટેજ પર ઇમોશનલ થઇ હતી. સાથે તેણે કહ્યું કે તેનો ડ્રેસ તૂટી ગયો છે અને તેનો અવાજ જતો રહ્યો છે. અભિનેતા કિલિયન મર્ફીને ફિલ્મ ઓપેનહાઇમર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્ટાર્સે એક્ટરને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ફિલ્મ ઓપેનહાઇમર માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ક્રિસ્ટોફર નોલનને મળ્યો હતો.
Congratulations on your win for Best Directing, Christopher Nolan! #Oscars pic.twitter.com/sVsU31eYir
— The Academy (@TheAcademy) March 11, 2024
Best Actor in a Leading Role goes to Cillian Murphy! #Oscars pic.twitter.com/4BgQJpd6Ou
— The Academy (@TheAcademy) March 11, 2024
Congratulations to Robert Downey Jr. on winning Best Supporting Actor for 'Oppenheimer'! #Oscars pic.twitter.com/fFrgo9SiEn
— The Academy (@TheAcademy) March 11, 2024
બેસ્ટ સપોટિંગ એક્ટર
બેસ્ટ સપોટિંગ એક્ટરનો ઓસ્કર એવોર્ડ ઓપનહાઇમર માટે રોબર્ટ ડાઉની જૂનિયરને મળ્યો હતો. રોબર્ટનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને ત્રણ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું છે. રોબર્ટે તમામને આભાર માનતા કહ્યું હતું કે તેને તેના ખરાબ દિવસો યાદ આવ્યા. એ પણ કહ્યું કે તેને કામની જરૂર હતી. જ્યારે નોલને તેને આ ફિલ્મની ઓફર કરી. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની સાથે તેણે ઓપેનહેઇમરના સ્ટાર્સનો પણ આભાર માન્યો હતો.
બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો ?
અભિનેત્રી Da'Vine Joy Randolphને બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. Da'Vine ને આ એવોર્ડ ફિલ્મ ધ હેન્ડઓવરમાં તેની ભૂમિકા માટે મળ્યો છે. અભિનેત્રી તેના ભાષણ દરમિયાન ભાવુક થઇ હતી. તેણે કહ્યું કે તેનો પ્લાન એક્ટર બનવાનો નહોતો. પરંતુ હવે તે અહીં છે, તે ઇન્ડસ્ટ્રીમાં વધુ કામ કરવા માંગે છે.
Congratulations to Da'Vine Joy Randolph for winning the Oscar for Best Supporting Actress for 'The Holdovers'! #Oscars pic.twitter.com/gAJkwPsQiE
— The Academy (@TheAcademy) March 10, 2024
ઓસ્કર વિનર્સની યાદી
બેસ્ટ ફિલ્મ- ઓપેનહાઇમર
બેસ્ટ એક્ટ્રેસ-એમા સ્ટોન, ફિલ્મ પૂઅર થિંગ્સ
બેસ્ટ ડિરેક્ટર- ક્રિસ્ટોફર નોલન, ફિલ્મ ઓપેનહાઇમર
બેસ્ટ એક્ટર- કિલિયન મર્ફી, ફિલ્મ ઓપેનહાઇમર
બેસ્ટ ઓરિજિનલ સ્કોર- ઓપેનહાઇમરના Ludwig Göransson
બેસ્ટ સોંગ- બિલી ઇલિશ, ફિલ્મ બાર્બી
બેસ્ટ સપોટિંગ એક્ટર - રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહાઇમર)
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ- ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ ફિલ્મ માટે)
પ્રોડક્શન ડિઝાઇન - જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે)
ઓરિજિનલ સ્ક્રીનપ્લે - જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે)
બેસ્ટ ફિલ્મ એડિટિંગ - જેનિફર લેમ (ઓપનહાઇમર ફિલ્મ માટે)
બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે- અમેરિકન ફિક્શન
શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ- ગોડઝિલા માઈનસ વન
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- ધ લાસ્ટ રિપેર શોપ
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ- 20 ડેઝ ઇન મરીયોપોલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી- ઓપનહાઇમર
લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વંડરફૂલ સ્ટોરી ઓફ હેનરી શુગર
બેસ્ટ એનિમેટેડ ફિચર- ધ બોય એન્ડ ધ હેરોન
બેસ્ટ કોચ્યુમ ડિઝાઇન - પૂઅર થિંગ્સ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- પૂઅર થિંગ્સ
બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલિંગ- પૂઅર થિંગ્સ
બેસ્ટ સાઉન્ડ- ધ જોન ઓફ ઇન્ટેરેસ્ટ
ઝારખંડમાં રેપ પર આધારિત ફિલ્મ ઓસ્કારમાંથી બહાર થઈ ગઈ છે
ઝારખંડમાં રેપ પર બનેલી ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ 2024ની રેસમાં નોમિનેટ થઈ હતી. નામ- ‘ટૂ કીલ અ ટાઈગર’, જેને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ્સ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ એવોર્ડ ફિલ્મ '20 ડેઝ ઇન મરિયોપોલ'ને મળ્યો હતો. 'ટુ કિલ અ ટાઈગર' ઝારખંડની વાર્તા પર આધારિત કેનેડિયન ફિલ્મ છે, જેનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું છે.