શોધખોળ કરો
ઉન્નાવ રેપ કેસમાં બોલિવૂડની આ એક્ટ્રેસે BJPનાં ધારાસભ્યનું કર્યું સમર્થન, લોકોએ કરી ટ્રોલ
આ વીડિયોમાં તેણે સાક્ષી મિશ્રાનાં કેસનો ઉલ્લેખ કર્યો છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ ઉન્નાવ રેપ કેસ પર સવાલ ઉઠાવ્યા છે. પાયલે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો બચાવ કર્યો છે. પાયલનો આરોપ છે કે કુલદીપ સેંગર ભાજપ ધારાસભ્ય છે, આ કારણે તેને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં પાયલે સમગ્ર ઘટના પર પોતાના મત વ્યક્ત કર્યો છે. જોકે આ વીડિયોને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ વીડિયોમાં તેણે સાક્ષી મિશ્રાનાં કેસનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, મીડિયા તેને વધારે પડતું જ બતાવી રહી છે. પાયલનું કહેવું છે કે, મીડિયા દ્વારા એટલે વધુ કવર કરવામાં આવ્યું કારણ કે આ કેસ ભાજપનાં ધારાસભ્યની દીકરી સાથે જોડાયેલો છે. આ બંને મામલાનો ઉલ્લેખ કરતાં પાયલ કહે છે કે, આ બધુ જ ભાજપનાં લોકોને ફ્રેમ કરવાનું કાવતરુ લાગે છે. આ વીડિયોમાં પાયલે મીડિયા ચેન્લસનાં એન્કર્સને 'અંકલ્સ એન્ડ આંટીઝ ઓફ ઇન્ડિયન મીડિયા' કહીને સંબોધિત કર્યા છે. પાયલ રોહતગીનાં આ વીડિયો પર ઘણી ભદ્દી કમેન્ટ્સ આવી છે.
આ વીડિયોમાં પાયલ રોહતગી કહે છે કે, 'તેને રેપ કેસની આ સંપૂર્ણ કહાની કોઇ ફિલ્મની સ્ટોરી લાગે છે. આજે સોશિયલ મીડિયાનાં આ સમયમાં આમ ખુલ્લેઆમ ગુંડાગીરી કોઇ કરી શકે નહીં. કારણ કે તે પહેલેથી જ જેલમાં હતો. એવું કરીને તે પોતાનાં ગળામાં જાતે જ ફાંસીનો ફંદો નાખી રહ્યો છે. ધારાસભ્ય કંઇ મુરખ થોડો છે જે પોતાંનાં પર મુસીબત આવવા દેશે.' તેણે આ વીડિયોમાં આ વાત સ્પષ્ટ કરી છે કે, ભાજપનાં લોકો વિરુદ્ધ ઘણા ષડયંત્રો થતા લાગે છે.Is #UnnaoCase case conspiracy ? - Payal Rohatgi https://t.co/ujORtpbU11 via @YouTube #PayalRohatgi #TuesdayThoughts
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) July 30, 2019
આ વીડિયોમાં તેણે સાક્ષી મિશ્રાનાં કેસનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, મીડિયા તેને વધારે પડતું જ બતાવી રહી છે. પાયલનું કહેવું છે કે, મીડિયા દ્વારા એટલે વધુ કવર કરવામાં આવ્યું કારણ કે આ કેસ ભાજપનાં ધારાસભ્યની દીકરી સાથે જોડાયેલો છે. આ બંને મામલાનો ઉલ્લેખ કરતાં પાયલ કહે છે કે, આ બધુ જ ભાજપનાં લોકોને ફ્રેમ કરવાનું કાવતરુ લાગે છે. આ વીડિયોમાં પાયલે મીડિયા ચેન્લસનાં એન્કર્સને 'અંકલ્સ એન્ડ આંટીઝ ઓફ ઇન્ડિયન મીડિયા' કહીને સંબોધિત કર્યા છે. પાયલ રોહતગીનાં આ વીડિયો પર ઘણી ભદ્દી કમેન્ટ્સ આવી છે. વધુ વાંચો





















