ફ્લાઇટમાં બૉલીવુડ અભિનેત્રીની છેડતી, એક્ટ્રેસ સામાન લેવા ઉભી થઇ ત્યારે અજાણ્યા શખ્સે પકડી લીધી ને પછી......
સહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અભિેનેત્રી દિલ્હી-મુંબઇ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહી હતી, જ્યારે બિઝનેસમેન આરોપી નીતિને તેની સાથે છેડતી કરી હતી.
મુંબઇઃ ફ્લાઇટ્સમાં બૉલીવુડની એક અભિનેત્રી સાથે છેડતી થઇ હોવાનુ સામે આવ્યુ છે. દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદના એક બિઝનેસમેનની મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, નીતિન નામના બિઝનેસમેનને દિલ્હીથી મુંબઇ જઇ રહેલી ફ્લાઇટમાં બૉલીવુડ એક્ટ્રેસ સાથે અડપલા અને છેડતી કરી છે. સહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અભિેનેત્રી દિલ્હી-મુંબઇ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહી હતી, જ્યારે બિઝનેસમેન આરોપી નીતિને તેની સાથે છેડતી કરી હતી.
શું છે આખો મામલો-
એક્ટ્રેસે પોલીસને પોતાની ફરિયાદમાં કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઇ તો તે પોતાની બેગ લેવા માટે ઉઠી, જ્યારે અભિનેત્રી ઓવરહેડ સ્ટૉરેજ ખોલવા માટે ઉભી થઇ, તો તેને એવુ લાગ્યુ કે કોઇએ તેની સાથે ખરાબ રીતે ટચ કર્યુ, એટલે કે અભિનેત્રી જ્યારે સ્ટૉરેજ ખોલીને પોતાનો સામાન લઇ રહી હતી તે સમયે આરોપીએ અભિનેત્રીને પકડી લીધી હતી ને પછી શારીરિક અડપલાં કર્યા હતા. પોતાની સાથે શારીરિક છેડતી અને અડપલાં થતાં જ અભિનેત્રી ગુસ્સે થઇ ગઇ અને વિરોધ કર્યો હતો, અને ક્રૂ પાસે આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી દીધી હતી.
પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી-
ઘટના બાદ એક્ટ્રેસ બુમો પાડવા લાગી હતી. આ પછી તેને કેબિન ક્રૂને આ ફરિયાદ સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનને ફોરવર્ડ કરી. કેસ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી ગઇ, અને પોલીસે આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી લીધી હતી. તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.
આ રીતે થયો ખુલાસો-
જાણકારી અનુસાર, આરોપીએ બચવા માટે કેબિન ક્રૂને પોતાનુ ખોટુ નામ (રાજીવ) બતાવ્યુ, પરંતુ પોલીસે કડકાઇ કરી તો નીતિને સચ્ચાઇ બતાવી દીધી. આ ઉપરાંત એક્ટ્રેસને નીતિનનો ફોટો બતાવીને પણ કન્ફોર્મ કરવામાં આવ્યુ. તપાસ પુરી થયા બાદ આરોપી નીતિનને પકડી લેવામાં આવ્યો છે, અને સંબંધિત કલમો અંતર્ગત કેસ પણ નોંધી લેવામાં આવ્યો છે.