Ponniyin Selvan 2 Trailer: રિલીઝ થયું 'Ponniyin Selvan 2' નું ધમાકેદાર ટ્રેલર, સિંહાસન માટેની જંગ જોઇ ઊભા થઇ જશે રૂવાટા
PS-2 Tralier Released: સાઉથ સિનેમાની આગામી ફિલ્મ 'પોન્નિયન સેલ્વન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું આ ટ્રેલર જોઈને ચાહકોની ઉત્સુકતા ચોક્કસથી વધવાની છે.
Ponniyin Selvan 2 Trailer Out Now: ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ 'Ponniyin Selvan-1' એ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ પછી હવે મેકર્સ 'પોનીયિન સેલ્વન 2'ની ગિફ્ટ લઈને આવી રહ્યા છે. આ દરમિયાન 29 માર્ચ એટલે કે આજે 'પોન્નિયન સેલ્વન 2' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સાઉથના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમની આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી ચોક્કસ તમે પણ PS-2 માટે ઉત્સાહિત થઈ જશો.
'પોન્નિયન સેલ્વન 2'નું ટ્રેલર સામે આવ્યું છે
મંગળવારે 'પોન્નિયન સેલ્વન 2'ની મુખ્ય અભિનેત્રી અને બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે PS2 નું ટ્રેલર બુધવારે એટલે કે આજે રિલીઝ થવાનું છે. આવી સ્થિતિમાં ચાહકોની માંગ પર 'પોન્નિયન સેલ્વન 2'નું આ શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'Ponniyan Selvan 2'નું આ ટ્રેલર LYCA પ્રોડક્શનની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના આ ટ્રેલર પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલા ભાગમાં ચોલ શાસકોનો અધૂરો બદલો બીજા ભાગમાં પૂરો થવા જઈ રહ્યો છે.
તેમજ 'પોન્નિયન સેલ્વન 2'ના આ શાનદાર ટ્રેલર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વખતે સિંહાસન માટે જોરદાર યુદ્ધ જોવા મળશે. 'પોન્નિયન સેલ્વન 2'નું આ ટ્રેલર ફિલ્મ માટે તમારી ઉત્તેજનાનું સ્તર બમણું કરશે. રિલીઝ થતાની સાથે જ 'પોન્નિયન સેલ્વન 2'નું આ ટ્રેલર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનવા લાગ્યું છે.
'પોન્નિયન સેલ્વન 2' ક્યારે રિલીઝ થશે?
'પોનીયિન સેલ્વન 2'નું આ ટ્રેલર રિલીઝ થયા બાદ દરેક લોકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ડિરેક્ટર મણિરત્નમની PS-2 આવતા મહિને 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી 'પોન્નિયન સેલ્વન 2'એ ધમાકેદાર કમાણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્મનો પાર્ટ-2 કેવી રીતે ધમાલ મચાવશે તે જોવું રસપ્રદ રહેશે.