શોધખોળ કરો
‘સાહો’નું નવું પોસ્ટર રીલિઝ, એક્શન અવતારમાં જોવા મળ્યા પ્રભાસ-શ્રદ્ધા કપૂર
કેટલાક દિવસ અગાઉ સાહોનું એવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાસ અને શ્રદ્ધાનો રોમેન્ટિંક અંદાજ જોવા મળી રહ્યો હતો

મુંબઇઃ બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ 30 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે પરંતુ ઘણા સમયથી મેકર્સ આ ફિલ્મ પ્રત્યે લોકોમાં ઉત્સુકતા બનાવી રાખવામાં સફળ રહ્યા છે. ફિલ્મના મેકર્સ આયોજનપૂર્વક ફિલ્મના પોસ્ટર રીલિઝ કરી રહ્યા છે. કેટલાક દિવસ અગાઉ સાહોનું એવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાસ અને શ્રદ્ધાનો રોમેન્ટિંક અંદાજ જોવા મળી રહ્યો હતો અને હવે મેકર્સે નવું પોસ્ટર રીલિઝ કર્યું છે જેમાં શ્રદ્ધા કપૂર અને પ્રભાસ એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. બંન્ને સ્ટાર્સનો આ લૂક ખૂબ ઇગેજિંગ છે.
સાહો ફિલ્મ પ્રત્યે લોકોમાં એ હદે ક્રેઝ જોવા મળી રહ્યો છે કે એક ફોટો સામે આવતા સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગયો હતો. આ પાછળનું કારણ ફિલ્મમાં બાહુબલી સ્ટાર પ્રભાસ છે. પ્રભાસ સાઉથમાં ખૂબ લોકપ્રિય છે. હિંદી સિનેમામાં પણ પ્રભાસ અન્ય એક્ટર્સની લોકપ્રિયતાને ટક્કર આપી રહ્યો છે. તે સિવાય પ્રભાસ અને શ્રદ્ધા પ્રથમવાર કોઇ ફિલ્મમાં સાથે જોવા મળી રહ્યા છે અને તે પણ રોમાન્સ કરતા. રોમાન્સ સિવાય બંન્ને કલાકારો એક્શન કરતા પણ જોવા મળશે.Breathtaking action like you've never seen before! Witness India's biggest action thriller this August. #Saaho releasing worldwide on 30.08.2019 ❤️ #Prabhas #Sujeeth @NeilNMukesh @arunvijayno1 @UV_Creations @TSeries @itsBhushanKumar pic.twitter.com/z4KAXY5bFG
— Shraddha (@ShraddhaKapoor) July 25, 2019
વધુ વાંચો




















