પ્રિયંકાએ બ્લુ ડેનિમ શોર્ટ્સ અને વ્હાઇટ ટોપ પહેર્યું હતું. તે જ સમયે, નિકે બ્લેક શૉર્ટ્સ અને સફેદ ટી શર્ટમાં પહેર્યું હતું.
2/6
પ્રિયંકા ચોપરાન્યૂ યોર્કમાં નિક જોનાસ સાથે સમય પસાર કરી રહી છે. નિકના મિત્રો અને પ્રિયજનો સાથે તે ન્યૂ યોર્કની શેરીઓમાં સાયકલ ચલાવતા દેખાઈ હતી.
3/6
ભારતથી નિક અને પ્રિયંકા બ્રાઝીલ ગયા હતા, જ્યાં નિકનો એક કૉન્સર્ટ હતો.
4/6
ન્યૂયોર્ક: અભિનેત્રી પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અમેરિકી સિંગર નિક જોનસને ડેટ કરી રહી છે. બંનેની તસવીરો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં પ્રિયંકા નિક જોનસ સાથે ન્યૂયોર્કમાં સમય પસાર કરી રહી છે. પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કના રસ્તાઓ પર નિક સાથે સાઈકલિંગ કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/6
ગત મહિને, નિક પ્રિયંકા ચોપરા સાથે ભારત આવ્યો હતો, જ્યાં તે પ્રિયંકાના પરિવારના સભ્યોને મળ્યો હતો. એવા અહેવાલો પણ સાંભળવા મળ્યા છે કે બંને સગાઈ કરવાના છે, પરંતુ આવું હજી થયું નથી. બાદમાં નિક અને પ્રિયંકા ગોવા પણ ગયા હતા. પ્રિયંકા અને નિક જોનાસની ઘણી તસવીરો સોશયલ મીડિયા પર સતત વાયરલ થતી રહે છે.
6/6
પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેને મળેલી ઘણી ગીફ્ટની તસવીરો પણ શેર કરી છે. આ ભેટ તેને નિક દ્વારા આપવામાં આવી હતી.