શોધખોળ કરો
Advertisement
ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પ્રિયંકા અને નિકની ધમાકેદાર એન્ટ્રી, પ્રિયંકાએ પહેરેલી જ્વેલરી કિંમત જાણીને આંખો પહોંચી થઈ જશે
પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ રેડ કાર્પેટ પર હાથોમાં હાથ નાખીને એવોર્ડમાં પહોંચ્યા હતાં. નિક જોનસે ઓક્ટો બ્રાન્ડની વોચ પહેરી હતી.
ગોલ્ડન ગ્લોબ 2020 અવોર્ડ લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ ખાતે યોજાયો હતો. આ અવોર્ડ શોમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનસ એકસાથે પહોંચ્યા હતાં. રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરા તથા નિકે સાથે પોઝ આપ્યો હતો. પિંક ગાઉનમાં પ્રિયંકા ગ્લેમરસ લાગતી હતી. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટા સ્ટોરીમાં અવોર્ડ માટે તૈયારી થતી હોય તેની તસવીરો પણ શેર કરી હતી.
પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ રેડ કાર્પેટ પર હાથોમાં હાથ નાખીને એવોર્ડમાં પહોંચ્યા હતાં. ફોર્બ્સમાં પબ્લિશ થયેલાં આર્ટિકલ પ્રમાણે, બંનેએ ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. નિક જોનસે ઓક્ટો બ્રાન્ડની વોચ પહેરી હતી.
આ ઘડિયાળમાં 1,172 ડાયમંડ હતાં અને આ તમામ ડાયમંડ 50.25 કેરેટના હતાં. આ ઘડિયાળની કિંમત 1 મિલિયન ડોલર એટલે અંદાજે 7.21 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. આ ઉપરાંત નિકે રિંગ પણ પહેરી હતી.
અભિનેત્રી પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો, પ્રિયંકાએ ડિઝાઈનર ક્રિસ્ટિનો ઓટોવિઆનોનું પિંક ઓફ-શોલ્ડર ગાઉન પહેરેર્યું હતું. આ સાથે જ બલગરી હાઈ જ્વેલરી પહેરી હતી જેમાં 56 કેરેટ ડાયમંડનો નેકલેસ, રિંગ તથા ઈયરરિંગ્સ સામેલ હતાં. આ તમામ વસ્તુની કિંમત 1 મિલિયન ડોલર એટલે અંદાજે 7.21 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement