જો કે પ્રિયંકાના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી કારણકે આ ફિલ્મને બંધ કરવામાં નથી આવી. પરંતુ એટલું ચોક્કસ છે કે આ ફિલ્મની રિલીઝમાં હવે વાર લાગશે. પ્રિયંકા પાસે પહેલા 3 ફિલ્મના પ્રોજેક્ટ હતા. ‘ભારત’ પ્રિયંકાએ છોડી દીધી છે. ફિલ્મ ‘કાઉબોય નિન્જા વાઈકિંગ’ પોસ્ટપોન થઈ છે. ત્રીજી ફિલ્મ છે સોનાલી બોસની ‘સ્કાઈ ઈઝ પિંક’, જેનું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે. આમ હાલમાં પ્રિયંકા પાસે 1 ફિલ્મ જ છે.
2/3
મીડિયા અહેવાલ અનુસાર, પ્રિયંકાની હોલિવુડ ફિલ્મ ‘કાઉબોય નિન્જા વાઈકિંગ’ લાંબા સમય માટે પોસ્ટપોન થઈ છે. પ્રોડ્યુસર્સે (યુનિવર્સલ ફિલ્મ) રિલિઝ કેલેન્ડરમાંથી ફિલ્મનું નામ હટાવી લીધું છે. મતલબ કે આ ફિલ્મનું શૂટિંગ હમણાં નહીં થાય. અગાઉ આ ફિલ્મ 28 જૂન 2019ના રોજ રિલીઝ થવાની હતી.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડમાં સલમાન ખાન દબંગ ખાનના નામથી જાણીતા છે. તેને ના કહેવાની હિંમત ઉદ્યોગમાં બહુ ઓછા લોકો રાખે છે. પરંતુ અહેવાલ છે કે પ્રિયંકા ચોપરાએ મલ્ટીસ્ટારર ફિલ્મ ભારતમાંથી અચાનક પોતાનું નામ પરત ખેંચી લેતા સલમાન ખાન ખૂબ નારાજ થયો છે. કહેવાય છે કે, પ્રિયંકાએ હોલિવૂડની એક ફિલ્મ માટે ભારત ફિલ્મ છોડી હતી જોકે હવે પ્રિયંકાની એ હોલિવૂડ ફિલ્મને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે.