શોધખોળ કરો
Advertisement
સ્ટ્રગલ પર આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ડિરેક્ટર મારા પર ગુસ્સે થતાં અને ફિલ્મમાંથી....
પ્રિયંકાએ કહ્યું હતું કે તેના પિતાએ તેને શીખવું હતું કે ઓછું બોલો અને સાંભળો વધુ.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર છે. બોલિવૂડ અને હોલિવૂડ બન્નેમાં પ્રિયંકાનો જાદૂ જોવા મળી રહ્યો છે. પરંતુ એક્ટ્રેસ માટે સફળતાની આ ઉંચાઈ સુધી પહોંચવાનું એટલું સહેલું ન હતું. બોલિવડમાં પોતાના શરૂઆતના દિવસોમાં પ્રિયંકા ચોપરાને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હાલમાં એક ફેશન મેગેજીનને ઈન્ટરવ્યૂ આપતી વખતે પ્રિયંરાએ બધી આપવીતી સંભળાવી હતી અને પોતે કેવા સમયમથી પસાર થઈ હતી તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો. પોતાની કારકિર્દીનાં શરૂઆતનાં સંઘર્ષનાં દિવસો વિશે વાત કરતા પ્રિંયકા જણાવે છે કે, ન તો મને કંઈ ખબર હતી કે ના હું કોઈને ઓળખતી હતી. ફિલ્મનાં ડાયરેક્ટરો તેની ઉપર ચીસો પાડતા હતા અને ગુસ્સો કરતા હતા. ક્યારેક તો ફિલ્મોમાંથી પણ કાઢી મુકતા.
પ્રિયંકાએ કહ્યું હતું કે તેના પિતાએ તેને શીખવું હતું કે ઓછું બોલો અને સાંભળો વધુ. આ વાતનો તેણે આજે પણ અમલ કર્યો છે. પ્રિયંકાએ કહ્યું હતું કે તેણે પોતાનામાં આત્મવિશ્વાસ લાવીને આ સંઘર્ષ તથા નિષ્ફળતાનો સામનો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડ જીત્યા બાદ બોલિવૂડ ફિલ્મ ‘અંદાજ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર તથા લારા દત્તા હતાં.
પ્રિયંકા ચોપરા બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મને શોનાલી બોઝે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ પણ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement