શોધખોળ કરો
Advertisement
Coronavirus ને લઈને પ્રિયંકા ચોપરાએ શેર કર્યો વીડિયો, ફેન્સને આપી નમસ્તે કરવાની સલાહ
પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસથી બચવા માટે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરવાની સલાહ આપી હતી. એવામાં બોલીવૂડ સ્ટાર્સ પણ આ પરંપરાને આગળ વધારતા જોવા મળી રહ્યા છે.
મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આ ખતરનાક વાયરસથી બચવા માટે સરકાર યોગ્ય પગલા ભરી રહી છે. હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસથી બચવા માટે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરવાની સલાહ આપી હતી. એવામાં બોલીવૂડ સ્ટાર્સ પણ આ પરંપરાને આગળ વધારતા જોવા મળી રહ્યા છે. સલમાન ખાન બાદ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ ફેન્સને હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરવાની સલાહ આપી છે.
બોલિવૂડની દેશ ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દેશ અને દુનિયામાં થયેલી ઈવેન્ટમાં હાથ જોડતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'ઇટ્સ ઓલ અબાઉટ નમસ્તે. લોકોનું અભિવાદન કરવાની જૂની પણ બદલતા સમયની નવી રીત. બધા મહેરબાની કરીને સુરક્ષિત રહો.'
આ વીડિયોમાં પ્રિયંકાના ઓસ્કરથી લઈને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ લુક પણ સામેલ છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ભારતમાં પતિ નિક જોનસ સાથે હોળી મનાવવા માટે આવી હતી. ફિલ્મ્સની વાત કરીએ તો પ્રિયંકાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક'માં જોવા મળી હતી.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરના વાયરસના 5 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે બારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 81 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion