શોધખોળ કરો

Priyanka Chopraએ મેટ ગાલા ઇવેન્ટમાં પહેર્યો ખૂબ જ મોંઘો ડાયમંડ નેકલેસ, કરોડોમાં નહીં પણ અબજોમાં કિંમત

Priyanka Chopra: પ્રિયંકા ચોપરાનો મેટ ગાલા ઈવેન્ટનો લૂક લાઈમલાઈટમાં હતો. તેના ડાયમંડ નેકલેસની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીનો આ નેકલેસ ખૂબ જ મોંઘો હોવાનું કહેવાય છે.

Priyanka Chopra Necklace Price: પ્રિયંકા ચોપરા ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેની સ્ટાઈલના કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં પ્રિયંકાના મેટ ગાલા ઈવેન્ટ 2023નો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી તેના પતિ સાથે કાળા વસ્ત્રોમાં ગાલા ઇવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકાએ બ્લેક વેલેન્ટિનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. આ દરમિયાન બધાની નજર અભિનેત્રીના ડાયમંડ નેકલેસ પર ટકેલી હતી.

 પ્રિયંકાએ ગાલા ઈવેન્ટમાં ખૂબ જ મોંઘો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો

ગ્લોબન આઈકને મેટ ગાલા 2023માં 11.6-કેરેટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ સ્ટેટમેન્ટ પીસ બુલગારીનું હતું. જો કે જે બાબતે ધ્યાન ખેચ્યુ તે પ્રિયંકાના નેકલેસની કિમત હતી. વાયરલ થઈ રહેલી ટ્વિટ અનુસાર પ્રિયંકાના નેકપીસની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 204 કરોડ રૂપિયા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "મેટ ગાલા પછી પ્રિયંકા ચોપરાના USD 25 મિલિયન બલ્ગારી ઓફિશિયલ નેકલેસની હરાજી કરવામાં આવશે."

View this post on Instagram
 
A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

ગાલા ઈવેન્ટમાં પ્રિયંકાનું જોરદાર સ્વાગત

જ્યારે પ્રિયંકાએ ગાલા ઈવેન્ટમાં બોલ્ડ ગાઉનમાં એન્ટ્રી કરી ત્યારે તેનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું. અભિનેત્રીની સાથે તેના પતિ અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ પણ હતા. પ્રિયંકા તેના પતિનો હાથ પકડીને ગાલા પર પહોંચી હતી. આ દરમિયાન કપલે સાથે મળીને રેડ કાર્પેટ પર પેપ્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા.

પ્રિયંકા ચોપરા વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટ પર પ્રિયંકા તેની તાજેતરમાં રિલીઝ થયેલી અમેરિકન વેબ સીરિઝ 'સિટાડેલ' માટે હેડલાઇન્સમાં છે. એક્શન થ્રિલર સિરીઝને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રાઇમ વિડિયો વેબ સિરીઝ 'સિટાડેલ'માં રિચાર્ડ મેડન, સ્ટેનલી તુચી અને લેસ્લી મેનવિલે પણ અભિનય કર્યો છે. બીજી તરફ, વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ 'સિટાડેલ'ના ઇંડિયન વર્ઝનમાં હશે. પ્રિયંકાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'લવ અગેન' પણ આ મહિને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે સેમ હ્યુગન અને સેલિન ડીયોન પણ છે. તે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'જી લે ઝરા'માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget