શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિયંકા ચોપડા સાથે ગંદી હરકત કરાવવા માંગતા હતા ડાયરેક્ટર, સલમાન ખાને આ રીતે કર્યો હતો બચાવ
પ્રિયંકા ચોપડાએ તેના પુસ્તક ‘અનફિનિશ્ડ’માં ખુલાસો કર્યો છે કે, સિડક્ટિવ સોન્ગમાં એક ડાયરેક્ટરે પ્રિયંકાને બધા કપડાં ઉતારવાનું કહ્યું હતું. આ ઘટનાનો પ્રિયંકાએ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.
બોલિવૂડ:એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેમનું પુસ્તક ‘અનફિનિશ્ડ’ થોડા દિવસ પહેલા જ લોન્ચ થયું. આ પુસ્તકમાં તેમણે જિંદગીની અલગ અલગ ઘટના અને ફિલ્મી કરિયર વિશેની વાત પણ કરી છે. તેમાંથી એક કિસ્સો આજે અમે આપને જણાવી રહ્યાં છીએ. જે બોલિવૂડનમાં વ્યાપ્ત ‘પિતૃ સત્તા અને ફેવરેટીઝમ’ની પોલ ખોલે છે.
પ્રિયંકાનું આ પુસ્તક બોલિવૂડના સિક્રેટનો ખુલાસો કરે છે. આ પુસ્તકમાં તેમણે એક નાનકડા ગામથી હોલિવૂડ સુધીના સફર અને અનુભવોને શેર કર્યાં છે. આ પુસ્તકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયેલા ખરાબ અનુભવોને પણ તેમણે શેર કર્યાં છે. પુસ્તકમાં એક સોન્ગના શૂટિંગ સમયનો ખરાબ અનુભવ શેર કર્યાં છે.
સિડક્ટિવ સોન્ગના શૂટિંગમાં કપડા ઉતારવાનું કહ્યું
એક સિટક્ટિવ સોન્ગનું શૂટ કરવાનું હતું. જેમાં પ્રિયંકાએ તેમના એક-એક કપડાં ઉતારવાના હતા. જો કે આ સોન્ગ બહુ મોટું હતું તો પ્રિયંકાએ ડાયરેક્ટરને વધુ લેયરના કપડાં પહેરવા માટે પૂછ્યું હતું. જેથી તેની સ્કિન ન દેખાય. આ મુદે ડાયરેક્ટરે કહ્યું હતું કે, “તું તારા સ્ટાઇલિશ જોડે વાત કરી લે’ તો મે સ્ટાઇલિશને ફોન કર્યાં અને સંક્ષેપમાં વાત સમજાવી. આ સમયે ડાયરેક્ટર મારી પાસે જ ઉભા હતા.
સલમાન ખાને કર્યો હસ્તક્ષેપ
પ્રિયંકાએ આગળ લખ્યું કે, “ડાયરેક્ટરે જણાવ્યું કે, જે પણ હોય ચડ્ડીઓ તો દેખાવી જોઇએ નહીં તો લોકો શા માટે ફિલ્મ જોવા આવશે? આ ઘટના બાદ મેં બીજા દિવસે જ આ પ્રોજેક્ટ છોડી દીધો. આ સોન્ગ માટે મારા અંતરઆત્માએ મંજૂરી ન આપી.
મારો આ નિર્ણય ડાયરેક્ટર પર ભારે પડ્યો. હું એક અન્ય ફિલ્મ કરી રહી હતી. આ સમયે સેટ પર ડાયરેક્ટર મને મળવા પહોંચ્યો અને તે ખૂબ જ પરેશાન હતો તેમણે કો સ્ટાર સલમાનખાનની પણ મદદ લેવી પડી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion