શરાબ પીવડાવ્યા બાદ ઘર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. થોડાંક દિવસ પછી આ અભિનેતાએ બીજી વખત મને ઘરે બોલાવી હતી અને મારી સાથે આવું જ કર્યું હતું. હું મૌન રહી કેમ કે મને પૈસા અને ઈન્ડસ્ટ્રીઝમાં કામની જરૂર હતી.
2/5
તેનો ઈશારો આલોક નાથ તરફ છે. વિનતા નંદાએ જણાવ્યું હતું કે, તેની સાથે આ બધું જ 1994માં પ્રખ્યાત ટીવી સીરીયલ ‘તારા’ દરમિયાન જ થઈ હતી. પ્રોડ્યુસરે લખ્યું હતું કે, એક સાંજે ‘સંસ્કારી અભિનેતા’એ તેને કારમાં લિફ્ટ આપી હતી ત્યાર બાદ શરાબ પીવડાવ્યો હતો.
3/5
લેખક અને ફિલ્મકાર વિનતા નંદાએ ફેસબુક પોસ્ટમાં પોતાની સાથે દુષ્કર્મ થયો હોવાનો ખુલાસો કર્યો છે. તેને પોતાની પોસ્ટમાં કોઈનું પણ નામ લખવાને બદલે માત્ર એટલું જ લખ્યું છે કે, તે 90ના દાયકાનો પ્રખ્યાત ટીવી સીરીયલ ‘તારા’નો એક્ટર હતો. વિંટા દ્વારા તેના માટે ‘સંસ્કારી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
4/5
90ના દશકાની ટીવી સીરીયલ તારાની પ્રોડ્યુસરનો આરોપ છે કે એક સંસ્કારી અભિનેતાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સિને એસોસિએશને આલોક નાથને નોટિસ પણ મોકલી દીધી છે.
5/5
મુંબઈઃ મી ટૂ કેમ્પેન અંતર્ગત એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તિઓ પર યૌન શોષણના આરોપ લાગી રહ્યાં છે. થોડાં દિવસોમાં જ આઠ કેસ સામે આવ્યાં છે, જેમાં યૌન ઉત્પીડનના આરોપોને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સૌથી પહેલાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ખોટી રીતે અડકવાનો આરોપ લગાવ્યો. ત્યાર બાદ અભિનેતા રજત કપૂર, નિર્માતા-નિર્દેશક વિકાસ બહલ, ગાયક કૈલાશ ખેર પર પણ આવાં જ આરોપો લાગ્યાં છે.