શોધખોળ કરો
Advertisement
ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટનાઃ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ગુજરાતી ફિલ્મ દર્શાવાશે ? બીજી કઈ ફિલ્મની પણ થઈ પસંદગી ?
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે દુનિયાભરમાંથી ફિલ્મો આવતી હોય છે.
અમદાવાદઃ ગુજરાતીઓને ગૌરવ થાય એવી એક ઘટનામાં 2019માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે. ભારત સરકારે કેન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે ‘હેલ્લારો’ને પસંદ કરી છે. ગુજરાતી યુવક અભિષેક શાહે બનાવેલી અને મહિલા સશક્તિકરણની કથા રજૂ કરતી ‘હેલ્લારો’ ફિલ્મ ભારતમાં નેશનલ સહિત ઘણા એવોર્ડ જીતી ચૂકી છે.
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે દુનિયાભરમાંથી ફિલ્મો આવતી હોય છે. ભારતીય ફિલ્મો તો લગભગ દર વર્ષે દર્શાવવામાં આવે જ છે, પરંતુ ગુજરાતી ફિલ્મ પસંદ થયાની ઘટના પહેલી વાર બની છે.
ફ્રાન્સના કેન શહેરમાં સાત દાયકાથી ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે. આ વખતે 73મો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. ફેસ્ટિવલના ટાઈમ ટેબલ પ્રમાણે 26 જૂન ને શુક્રવારે 9.30 કલાકે આ ફિલ્મ રજૂ કરવામાં આવશે. ભારતમાંથી કુલ બે ફિલ્મ પસંદ થઈ છે,જેમાં બીજી ફિલ્મ મરાઠી ભાષાની માઈ ઘાટ છે. આ ફેસ્ટિવલમાં વિવિધ ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. હેલ્લારો એવી કોઈ કેટેગરી માટે પસંદ નથી થઈ, માત્ર ત્યાં સ્ક્રિનિંગ માટે સિલેક્ટ થઈ છે.
કેન્દ્રિય સૂચના-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના પેવેલિયનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement