#MeeToo કેમ્પેઈન વિશે વાત કરતાં રાધે માંએ કહ્યું કે, આ ખોટું થઈ રહ્યું છે, પણ હું ઇચ્છું છું કે જ્યારે શોષણનો ભોગ બને એ સમયે જ યુવતીએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. રાધે માંના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે #MeeToo કેમ્પેઈનને સપોર્ટ કરે છે પરંતુ જે લોકો વર્ષો પહેલા પોતાની સાથે થયેલ અત્યાચારોની ઘટના શેર કરી રહી છે તેનું રાધે માં સમર્થન નથી કરી રહ્યા. રાધે માં અનુસાર ઘટના સમયે જ મહિલાઓએ અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
2/2
નવી દિલ્હીઃ વિવાદિત ધર્મ ગુરુ રાધે માંએ દેશમાં ચાલી રહેલ #MeeToo કેમ્પેઈન પર મીડિયા સાથે વાતચીત કરી છે. રાધે માંને એક ઇવેન્ટ દરમિયાન મી ટૂ વિશે સવાલ કર્યો તો તેમણે જવાબ આપ્યો કે, મહિલાઓની સાથે જે પણ ખોટું થઈ રહ્યું છે તેના વિશે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ. આ દરમિયાન રાધે માંએ હંમેશાની જે ભક્તોથી ઘેરાયેલા જોવા મળી હતી.