શોધખોળ કરો
Advertisement
આ એક્ટરના ખુલાસાએ ફિલ્મ જગતને ચોંકાવી દીધું, કહ્યું- નાનપણમાં મારા પર દુષ્કર્મ થયું હતું.....
બોલિવૂડની સુપરહિટ ફિલ્મ કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક હતી. રાહુલે અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડાના મિત્રની ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીઃ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં કામ કરી ચૂકેલ એક એક્ટરે બુધવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફિલ્મમાં વિજય દેવરકોંડાના મિત્રની ભૂમિકા ભજવનાર એક્ટર રાહુલ રામકૃષ્ણએ એક પછી એક ટ્વીટ કરીને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો ખુલાસાથી હાહાકાર મચાવી દીધો. રાહુલે પોતાના પોાતના ટ્વીટ દ્વારા ફેન્સને જણાવ્યું કે, બાળપણમાં તેના પર દુષ્કર્મ થયું હતું. રાહુલના આ નિવેદન બાદ હવે ચારે બાજુ તેની જ ચર્ચા થઈ રહી છે.
રાહુલે લખ્યું કે, નાનપણમાં મારો રેપ થયો હતો. મને નથી ખબર કે આ વિશે હું વધારે કઈ કહી શકું સિવાય કે, એ પછી હું મને ઓળખવા માંગુ છું. મને લાગે છે કે જીવનમાં ઘણુ ખાલી ખાલી હોય છે. હું આ ઘટનાને એક બ્લેક હોલની જેમ માનુ છુ. અને આ ઘટનાને મારી લાઈફમાં વધારે મહત્વ નથી આપવા માગતો.
આગળના ટ્વિટમાં રાહુલે લખ્યું કે, આ દર્દનાક છે. પરંતુ એ તમને પીડિત નથી ગણાવતા. તમે એક દાગ સાથે એક યોદ્ધા બની જાઓ છો. હું મારા પર થોપવામાં આવેલા ગુના સાથે જીવી રહ્યો છું. મને આ વાતનો ક્યારેય ન્યાય નહીં મળે. તમારા માણસોને સારા લોકો બનવા કહો.
રાહુલના આ ખુલાસા બાદ બધા સેલેબ્રિટીના રિપ્લાઈ આવી રહ્યા છે. પ્રિયદર્શીએ લખ્યું કે, હું કદાચ કોશિશ પણ કરીશ, તો આ દર્દને અનુભની નહીં શકુ. હું પણ કઈ નથી કરી શકતો. બસ આટલું કહીશ કે, મજબુત રહો.I was raped during childhood. I don’t know what else to say about my grief, except for this, because this is what I seek to know about myself.
— Rahul Ramakrishna (@eyrahul) January 20, 2020
નોંધનીય છે કે, બોલિવૂડની સુપરહિટ ફિલ્મ કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક હતી. હિન્દી ફિલ્મમાં બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. રાહુલે અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડાના મિત્રની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી તેને ઘણી ઓળખ મળી હતી. આ પહેલા રાહુલ ચી લા સાઓ, ભારત અને નેનૂ, શીશમહલ, ગીતા ગોવિંદમ, અલા વૈકુંટપુરમ લો અને મિઠાઈ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.I will never be able to understand the trauma you went throught even if I try now. I can't do anything too. But want to just say, stay strong. You have come out of every shit and handled it best to your capacity. You are a fighter. Love you brother!
— Priyadarshi (@priyadarshi_i) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement