શોધખોળ કરો
Advertisement
રજનીકાંત હાલમાં રાજનીતિમાં નહીં આવે, સ્વાસ્થ્ય કારણોસર લીધો નિર્ણય
રજનીકાંતની રાજનીતિમાં આવવાની ચર્ચા ઘણાં દિવસોથી હતી. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હાલમાં પોતોના સ્વાસ્થ્યને કારણે રાજનીતિમાં પૂરી રીતે સક્રીય નહીં થાય. જણાવીએ કે હાલમાં તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. તેમણે થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 31 ડિસેમ્બરે તો પોતાની રાજનીતિક પાર્ટીની જાહેરાત કરશે અને બાદમાં આગામી વર્ષે જાન્યુઆરીમાં તેને લોન્ચ કરશે.
વિતેલા મહિને રજનીકાંતે કહ્યું હતું કે, 2016માં અમેરિકામાં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ છે અને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા ડોક્ટરો તેમના રાજનીતિમાં પ્રવેશવાની વિરૂદ્દ છે. રજનીકાંતની રાજનીતિમાં આવવાની ચર્ચા ઘણાં દિવસોથી હતી. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
— Rajinikanth (@rajinikanth) December 29, 202025 ડિસેમ્બરે હોસ્પિટલમાં ભરતી થતા પહેલાના 10 દિવસથી હૈદ્રાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગના સેટ પર હાજર બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ 22 ડિસેમ્બરેના રોજ રજનીકાંતે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement