કોરોનાના ડરથી આ બોલીવુડ સુપરસ્ટાર પરિવારને મુંબઈ બહાર ક્યાં મોકલી દીધો ?
જ્યાં સુધી કોરોના (Covid-19) મહામરીનો અંત નહીં આવે ત્યાં સુધી અમે લોનાવલામાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈઃ કોરોના વાયરસના કહેરને કારણે બોલિવૂડના જાણીતા એક્ટર અને પ્રોડ્યૂસર રાકેશ રોશને (Rakesh Roshan) પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મુંબઈ (Mumai) છોડીને લોનાવલા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે તેમની પત્ની પિંકી અને પુત્રી સુનૈના પણ છે. જોકે રિતિક રોશન (Hrithik Roshan) મુંબઈમાં જ પોતાના બંગલમાં રહેશે.
નોંધનીય છે કે, રાકેશ રોશન કેન્સર સર્વાઈવર છે. જેના કારણે તેમને પોતાનું ધ્યાન વધારે રાખવું પડે તેમ છે. તેથી તેમણે હાલમાં મુંબઈમાં કોરોનાના પ્રકોપ જોતા મુંબઈથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેઓ અહીં માત્ર મહત્ત્વના કામ માટે જ આવે છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથે રાકેશ રોશને વાત કરતાં કહ્યુ હતુ કે, જ્યાં સુધી કોરોના (Covid-19) મહામરીનો અંત નહીં આવે ત્યાં સુધી અમે લોનાવલામાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. મને જ્યારે પણ કામ હોય છે ત્યારે હું મુંબઇ આવીને કામ પતાવીને ફરી લોનાવલા જતો રહું છું. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લોનાવલામાં રાકેશ રોશનું આલીશન ઘર છે, જે એક મેંશન જેવું દેખાય છે.
રાકેશ રોશન મુંબઇમાં જુહુના પ્લાઝો બિલ્ડિંગના ૮,૯ અને ૧૦મા માળે રહે છે. રાકેશ રોશને કોરોનાના વેક્સિન (Corona Vaccine) લીધી છે જેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર પણ મુકી છે.
જણાવીએ કે, ઓક્ટોબર 2020માં રાકેશ રોશનની પત્ની પિંકી કોરોના સંક્રમિત થઈ હતી. ત્યારે એ વાતની પુષ્ટિ પતિ રાકેશ રોશને જ કરી હતી. જ્યારે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાકેશ રોશન કોરોના મહામારી ખત્મ થયા બાદ ક્રિષ-4 પર કામ શરૂ કરશે.
અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ, જાણો કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રોફેસર કોરોનાની ઝપેટમાં આવ્યા
આ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવાયું
ગુજરાતાં મહિલા ઉચ્ચ અધિકારી લાંચ લેતાં ઝડપાયાં, પોતે રસી લેવાના બહાને નિકળ્યાં બહાર ને ..........