મરાઠી રંગમંચમાં રમેશ ભાટકર મોટું નામ હતું. તેમના નિધનના સમાચાર સાંભળી રંગમંચના કલાકારો શોકમાં છે. પરિવારમાં તેમની પત્ની ઉપરાંત એક પુત્ર હર્ષવર્ધન છે. તેમની પત્ની મૃદુલા ભાટકર હાઇકોર્ટમાં જજ છે.
2/3
રમેશ ભાટકરે હિંદીથી વધુ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. મોટાભાગે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળતાં હતાં. દુ:ખની વાત એ છે કે, આજે 'કેન્સર ડે' પર તેનું કેન્સરથી નિધન થયું છે. મરાઠી ફિલ્મ્સ ઉપરાંત રમેશ ભાટકરે હિંદી ટીવી સીરિયલ દામિની, કમાન્ડર અને હેલો ઇન્સ્પેક્ટરમાં પણ કામ કર્યું હતું.
3/3
નવી દિલ્હીઃ મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા એક્ટર અને હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ એક્સિડેન્ટ પ્રાઈમ મિનિસ્ટરમાં જોવા મળેલ રમેશ ભાટકરનું કેન્સરની બીમારીને કારણે મોત થયું છે. કેન્સર ડેના દિવસે જ તેમનું મોત થયું છે. તેઓપોલીસની ભૂમિકા નિભાવવા માટે જાણીતા હતા. તેમની ઉંમર 70 વર્ષની હતી. તેમને મુંબઈની એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.