શોધખોળ કરો
Advertisement
રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ ડેટને લઈને ચાલી રહેલી અટકળોનો અંત, આ તારીખે થશે રિલીઝ
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં નજર આવશે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની રિલીઝ ડેટને લઈને ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘બ્રહ્માસ્ત્ર’આ વર્ષે 4 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં નજર આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું પ્રોડક્શન છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું હતું. VFX રાઈટ્સના કારણે ફિલ્મ રિલીઝ થઈ શકતી નહોતી. એવામાં હવે ફાઈનલ ડેટ સામે આવી ગઈ છે. આ પહેલા ફિલ્મની રિલીઝ ડેટને બે વખત આગળ વધારવામાં આવી છે. પહેલા બ્રહ્માસ્ત્ર 2019ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી.
ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, આ છેલ્લીવાર છે, બ્રહ્માસ્ત્ર 4 ડિસેમ્બર 2020ના રોજ હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement