રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે કરી શું શરમજનક હરકત કે લોકો ભડક્યાં, જાણો કરી કેવી કોમેન્ટ્સ ?
રણબીર કપૂરના પગમાં આલિયાનો લેંઘો આવી જાય છે, ત્યારે તેને હટાવવાની જગ્યાએ રણબીર પોતાના પગથી લહેંગાને લાત મારે છે
![રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે કરી શું શરમજનક હરકત કે લોકો ભડક્યાં, જાણો કરી કેવી કોમેન્ટ્સ ? Ranbir kapoor kick to his girlfriend alia bhatt lehenga, users trolled him રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે કરી શું શરમજનક હરકત કે લોકો ભડક્યાં, જાણો કરી કેવી કોમેન્ટ્સ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/4d728e0c28a0238ed292163a495be8ed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ બૉલીવુડની ગલીઓમાં સૌથી હૉટ અને ક્યૂટ કપલ ગણાય છે. બહુ જલદી બન્ને લગ્નના બંધનમાં પણ બંધાઇ જશે, હાલ બન્ને રિલેશનશીપમાં છે અને તેમના લગ્ન અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ ખુલાસો થયો નથી, પરંતુ રિપોર્ટ છે કે આવતાવર્ષ બન્ને સ્ટાર લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે. પરંતુ આ ચર્ચાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને પર ફેન્સ ભડક્યા છે. ખરેખરમાં આ વીડિયોમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ સામે ખરાબ હરકત કરી રહ્યો છે. લોકો રણબીર કપૂરની આ હરકતથી ગિન્નાયા છે અને આલિયાને રણબીર સાથે લગ્ન ના કરવાની સલાહ પણ આપી રહ્યાં છે, જુઓ શું છે વીડિયોમાં...........
સોશ્યલ મીડિયા પર અત્યારે રણબીર કપૂરનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે ખરેખરમાં શરમજનક છે. વાયરલ વીડિયો દિવાળીના સમયનો છે. રણબીર તથા આલિયા 'નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા સમિતિ'ના પંડાલમાં મહાકાળી માતાની પૂજા પહેલાં બંનેએ આશીર્વાદ લીધા હતા. રણબીર-આલિયા ખાસ મિત્ર તથા ડિરેક્ટર અયાન મુખર્જીની સાથે આવ્યા હતા. આલિયા ભટ્ટ સ્ટેજથી નીચે ઉતરે છે અને રણબીર તેની પાછળ આવે છે. આ દરમિયાન રણબીર કપૂરના પગમાં આલિયાનો લહેંગો આવી જાય છે.
રણબીર કપૂરના પગમાં આલિયાનો લેંઘો આવી જાય છે, ત્યારે તેને હટાવવાની જગ્યાએ રણબીર પોતાના પગથી લહેંગાને લાત મારે છે, કારણ કે લહેંગો પગમાં ફસાઈ ગયો હોય છે. ત્યારબાદ આલિયા તથા રણબીર બંને સાથે પોઝ આપે છે. આ વીડિયોને જોઇને હાલ સોશ્યલ મીડિયા પર ફેન્સ રણબીર કપૂર પર ભડકી રહ્યાં છે, લોકો કહી રહ્યાં છે કે આલિયાએ આવા વ્યક્તિ સાથે લગ્ન ના કરવા જોઇએ. વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે ખરેખરમાં શરમજનક છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)