શોધખોળ કરો
12 વર્ષ પહેલા આ ડાયરેક્ટરની માતાના પગમાં પડી ગયા હતા ઋષિ કપૂર!
1/3

રણબીરે કહ્યું કે, “પાપાની પ્રતિક્રિયા ક્યારે કેવી હશે તે કહેવું મુશ્કેલ છે. જ્યારે તેમણે ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ જોઈ ત્યારે તે એટલા ખુશ હતા કે રાજુ સરની મમ્મીના પગમાં પડ્યા હતા. અને કહ્યું હતું કે, ‘તમારો દીકરો ક્યારેક મારા દીકરા રણબીર સાથે કામ કરે. તમારો દીકરો જિનિયસ છે.'”
2/3

ઋષિ કપૂરનું આવું વર્તન જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પણ ઋષિનું આ સપનું ‘સંજૂ’ બન્યા બાદ પૂરું થયું છે. ‘સંજૂ’એ બાહુબલીથી લઈને સલમાનની ફિલ્મ રેસની કમાણી સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે.
3/3

નવી દિલ્હીઃ સંજૂ હીટ થતાજ રણબીર કપૂરની ફિલ્મ કારકિર્દી ફરીથી ટ્રેક પર આવી ગઈ છે. એક બાજુ તેને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવશે તો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે કંપનીએની લાઈન લાગી છે. સંજૂ સુપરહિટ થતા જ રણબીર કપૂરની સાથે તેના પિતા ઋષિ કપૂર પણ ખૂબ જ ખુશ છે ત્યારે રણબીર કપૂરે તેના પિતા ઋષિ કપૂરને લઈને એક રહસ્યનો ખુલાસો કર્યો છે જે ઘણાં ઓછો લોકો જાણતા હશે.
Published at : 26 Jul 2018 07:56 AM (IST)
View More





















