શોધખોળ કરો
આજે મુંબઈમાં યોજાશે દીપિકા-રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, પ્રિયંકા-નિક સહિતના સેલેબ્સ થશે સામેલ, જાણો વિગત
1/3

મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આજે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે. ઈટાલીના લેક કોમોમાં 14 અને 15 નવેમ્બરે લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં રિસેપ્શન આપવાના છે. રણવીર અને દીપિકાએ તેમના લગ્નમાં બોલીવુડ સેલેબ્સને આમંત્રણ આપ્યું નહોતું. પરંતુ આજે મુંબઈમાં યોજાનારા ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલીવુડના અનેક જાણીતા ચહેરા સામેલ થશે.
2/3

દીપિકાની ખાસ મિત્ર પ્રિયંકા ચોપરા થોડા દિવસો બાદ મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરવાની છે. હાલ નિક અને પ્રિયંકા બંને મુંબઈમાં જ છે. તેથી તેઓ બંને દીપિકા-રણવીરના રિસેપ્શનમાં ખાસ મહેમાન બનીને પહોંચે તેવી અટકળો થઈ રહી છે. પ્રિયંકા માત્ર દીપિકાની જ નહીં રણવીરની પણ સારી મિત્ર છે.
Published at : 28 Nov 2018 10:38 AM (IST)
View More





















