શોધખોળ કરો
Advertisement
રણવીર સિંહ ફિલ્મ '83'માં કપિલ દેવનો ફેમસ 'નટરાજ શોટ્સ' રમતો જોવા મળશે, જુઓ તસવીર
બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83'માં ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવના રોલમાં જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83'માં ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવનો ફેમસ નટરાજ શોટ લગાવતા જોવા મળી રહ્યો છે. રણવીરે આ શોટ રમતા એક તસવીર શેર કરી છે. કપિલ દેવે 1983ના વિશ્વકપમાં સેમીફાઈનલ મુકાબલા દરમિયાન ઝિમ્બાબ્વે સામે 175 રનની ઈનિં રમી હતી જેમાં તેણે આ પ્રકારના શોટ્સ લગાવ્યા હતા.
ફિલ્મ '83' માં વેસ્ટ ઇન્ડીઝ સામે1983 ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠિત જીતને ફરીથી જીવંત કરવામાં આવશે. કેમકે આ જીત સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. તેની સાથે પ્રથમ વખત ભારતે વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો. રણવીર સિંહ ફિલ્મમાં પ્રતિષ્ઠિત કપિલ દેવની ભૂમિકામાં, સુનીલ ગાવસ્કરના રૂપમાં તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથના રૂપમાં સાકિબ સલીમ, સંદીપ પાટિલના રૂપમાં ચિરાગ પાટીલ, જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મમાં રોમી એટલે કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. દેશની 'સૌથી મોટી સ્પોર્ટસ ફિલ્મ' ના રૂપમાં ચિહ્નિત ફિલ્મ '83' ને 10એપ્રિલ 2020 માં હિન્દી, તમિલ અને તેલૂગૂમાં રીલીઝ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement