શોધખોળ કરો
Advertisement
પોતાના બર્થડે પર કપિલ દેવ બનીને આવ્યો રણવીર સિંહ, ફિલ્મ ‘83’ નો ફર્સ્ટ લૂક રિલિઝ
ફિલ્મ ‘83’નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે જેમાં રણવીર સિંહ હૂબહૂ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ જેવો જ દેખાઈ રહ્યો છે.
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહએ પોતાની આગામી ફિલ્મ ‘83’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. ફર્સ્ટ લૂક શેર કરવા માટે રણવીર સિંહ અને ફિલ્મની ટીમે ખાસ દિવસ પસંદ કર્યો છે. રણવીરસિંહના 34માં બર્થડે પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.
રણવીર સિંહ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જેમાં તે હૂબહૂ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ જેવો જ દેખાઈ રહ્યો છે. આ લૂકમા રણવીર સિંહને ઓળખવો પણ મુશ્કેલ છે.
રણવીરસિંહે તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘મારા સ્પેશિયલ ડે પર પ્રેસન્ટ કરી રહ્યો છું હરિયાણાના હરિકેન કપિલ દેવને. ’ આ ફર્સ્ટ લૂક રિલિઝ થતાંની સાથે જ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ રણવીરના આ લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
રણવીર સિંહ હાલમાં ફિલ્મની શૂટિંગ માટે લંડનમાં જ છે. આ ફિલ્મમં કપિલ દેવની પત્નીની ભૂમિકા રણવીરસિંહની પત્ની દીપિકા પાદુકોણ ભજવી રહી છે. ઉલ્લેખનીય છે આ ફિલ્મ કપિલ દેવ પર આધારિત જેણે વર્ષ 1983માં લંડનમાં ભારતે વર્લ્ડકપ જીતાડ્યો હતો.View this post on InstagramLEGEND!🏏👑 #KapilDev @83thefilm #blessed #journeybegins @kabirkhankk
View this post on InstagramGood times in Glasgow! 😂🤣😅 #83squad @83thefilm 🏏🎥🎞 @deepikapadukone @kabirkhankk
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement