શોધખોળ કરો
એક્ટ્રેસ રવીના ટંડને લગ્નના 16 વર્ષ પૂર્ણ કર્યા, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
રવિના ટંડનના લગ્ન 2004માં અનિલ થડાની સાથે થયા હતા.રવીના ટંડને લગ્નની વર્ષગાંઠ પર પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને આજે પોતાના લગ્ન જીવનના 16 વર્ષ પૂર્ણ કર્યા છે. રવિના ટંડનના લગ્ન 2004માં અનિલ થડાની સાથે થયા હતા.રવીના ટંડને લગ્નની વર્ષગાંઠ પર પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
રવીનાએ ફોટો શેર કરતા લખ્યુ છે કે, તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ માટે હંમેશા ધન્યવાદ. અમારા લગ્નને 16 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આગામી ઘણા વર્ષો સુધી અમે સાથે રહીશું.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, રવિના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિના ટંડનની વર્કફ્રન્ટની વાત કરીએ તો સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ: ચેપ્ટર 2'માં જોવા મળશે.
વધુ વાંચો
Advertisement





















