Rhea Kapoor Wedding Reception:અનિલ કપૂરે દીકરી રિયાના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ જુઓ વીડિયો
એક્ટર અનિલ કપૂરના ઘરમાં હજુ લગ્નનો માહોલ છે. ગત રાત્રે રિયા કપૂરના મેરેજનું રિસ્પેશન હતું. જેમાં અનિલ કપૂરે જોરદાર ડાન્સ કર્યો હતો.
Rhea Kapoor Wedding Reception:એક્ટર અનિલ કપૂરના ઘરમાં હજુ લગ્નનો માહોલ છે. ગત રાત્રે રિયા કપૂરના મેરેજનું રિસ્પેશન હતું. જેમાં અનિલ કપૂરે જોરદાર ડાન્સ કર્યો હતો.
એક્ટર અનિલ કપૂરના ઘરમાં હજુ લગ્નનો માહોલ છે. ગત રાત્રે રિયા કપૂરના મેરેજનું રિસ્પેશન હતું. જેમાં અનિલ કપૂરે જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ફરાહ ખાને શેર કર્યો છે.
અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના લગ્ન તેમના લોન્ગ ટાઇમ બોય ફ્રેન્ડ કરણ બુલાની સાથે થયા. લગ્ન બાદ અનિલ કપૂરે તેને જુહુ બંગલા પર જ ગ્રાન્ડ રિસેપ્શન અરેન્જ કર્યું હતું. આ અવસરે રિયાએ પતિ સંગ કેક કટ કરી હતી અને બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.
રિયા અને કરણના લગ્નનું રિસ્પેશન અનિલ કપૂરના ઘરે જ હતું. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક હસ્તી સામેલ થઇ હતી અને રિયા કરણના રિસેપ્શનમાં ફરાહ ખાન, અર્જુન કપૂર, બોની કપૂર, જાન્હવી કપૂર, ખુશી કપૂર સહિતના સેલેબ્સે જોરદાર મસ્તી કરી હતી.
View this post on Instagram
આ લગ્નના માહોલમાં અનિલ કપૂરે પણ જોરદાર ડાન્સ કર્યો. અનિલ કપૂરની ડાન્સ મસ્તીને જોઇને રિયા કપૂરે પણ પિતા જોડે શાનદાર ડાન્સ કર્યો. ફિલ્મ મેકર ફરાહ ખાને બંનેની ડાન્સ મસ્તીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને એક મેસેજ પણ લખ્યો છે.
ખુશી કપૂર સાથે અનિલ કપૂરે કર્યો ડાન્સ
અનિલ કપૂર અને રિયા કપૂરના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં અનિલ કપૂર રિયા સાથે “અભી તો પાર્ટી શુરૂ હુર્ઇ” સોન્ગ પર નાચતા જોવા મળે છે. આ સોન્ગ ફિલ્મ ખૂબસૂરતનું છે, જેમાં અનિલ કપૂરની મોટી દિકરી સોનમ કપૂર હતી.
અનિલ કપૂરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને પોસ્ટ કરતા ફરાહ ખાને લખ્યું કે, “ઇસ આદમી સે પ્યાર હૈ” પિતા બેટીનો બેસ્ટ ડાન્સ, અનિલ કપૂર સ્ટાઇલ!! રિયા કપૂર, સુનિતા કપૂર આ હોસ્ટિંગ માટે ધન્યવાદ’