શોધખોળ કરો
Advertisement
હરિદ્વારમાં અમિતાભ બચ્ચનના વેવાણ રીતુ નંદાના અસ્થિઓનું કરાયું વિસર્જન, જાણો કોણ રહ્યું હાજર
રીતુ નંદાના પુત્ર નીખિલ નંદા, તેમના પૌત્ર અગસ્ત્ય તથા પૌત્રી નવ્યા નવેલી નંદા, અભિષેક બચ્ચન તથા પરિવારના અન્ય સભ્યોએ હરિદ્વારના વીઆઈપી ઘાટ પર અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું
હરિદ્વારઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના વેવાણ તથા સ્વ. રાજકપૂરની પુત્રી રીતુ નંદાનું 13 જાન્યુઆરીએ રાત્રે 12 વાગે નિધન થયું હતું. તેમના અસ્થિઓનું વિસર્જન 16 જાન્યુઆરીએ હરિદ્વારમાં કરવામાં આવ્યું હતું. રીતુ નંદાના પુત્ર નીખિલ નંદા, તેમના પૌત્ર અગસ્ત્ય તથા પૌત્રી નવ્યા નવેલી નંદા, અભિષેક બચ્ચન તથા પરિવારના અન્ય સભ્યોએ હરિદ્વારના વીઆઈપી ઘાટ પર અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. અસ્થિ વિસર્જન પહેલાં પૂજા-વિધિ કરવામાં આવી હતી. જેની તસવીરો સામે આવી હતી.
કપૂર પરિવારમાંથી રણધીર કપૂર, રીષિ કપૂર, રાજીવ કપૂર, રિદ્ધિમા કપૂર, રીમા જૈન, આદર-અરમાન જૈન જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, ગૌરી ખાન, કરન જોહર, અપૂર્વ મહેતા તથા કાજલ આનંદ પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા.
રીતુ નંદાને વર્ષ 2013માં કેન્સર થયું હતું અને તેઓ સારવાર માટે અમેરિકા પણ ગયા હતાં. રીતુએ 1969માં એસ્કોર્ટ ગ્રૂપના ચેરમેન રાજન નંદા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. વર્ષ 2018માં રાજન નંદાનું નિધન થયું હતું. રીતુ નંદા લાઈફ ઈન્સ્યોરન્સના બિઝનેસ સાથે જોડાયેલા હતાં.
તેમણે એક જ દિવસમાં 17 હજાર પેન્શન પોલિસી વેચવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. રાજન તથા રીતુને દીકરો નિખીલ તથા દીકરી નિતાશા છે. નિખીલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યાં છે. નીખિલ-શ્વેતાને દીકરી નવ્યા નવેલી તથા દીકરો અગસ્ત્ય છે.
સ્વ. રાજ કપૂર તથા સ્વ. ક્રિષ્ના રાજ કપૂરને ત્રણ દીકરા તથા બે દીકરીઓ છે. સૌથી મોટા દીકરા રણધીર કપૂરનો જન્મ 1947માં થયો હતો. રીતુનો જન્મ 1948માં થયો હતો. ત્યારબાદ રીષિ કપૂર, રીમા જૈન તથા રાજીવ કપૂરનો જન્મ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion