"કેસ તો બનતા હૈ"નું કોમેડીથી ભરપુર ટ્રેલર રિલીઝ, બોલીવુડ હસ્તીઓ સામે કેસ ચલાવશે રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખ એક એવો શો લાવી રહ્યો છે જેમાં આરોપો લાગશે જો કે, તે ગંભીર નહીં પણ જબરદસ્ત કોમેડી સાથેના આરોપ હશે. આ વેબ શોનું નામ છે 'કેસ તો બનતા હૈ' અને તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Case Toh Banta Hai Trailer Out: તમે બધા રજત શર્માના લોકપ્રિય શો 'આપ કી અદાલત'થી વાકેફ હશો. આપ કી અદાલતમાં, સેલિબ્રિટીઓ આવે છે અને તેમના પર લાગેલા ગંભીર આરોપોનો નિષ્પક્ષ રીતે જવાબ આપે છે. આ શોમાં એક જજ પણ જોવા મળે છે. જો કે આ એક સિરિયસ શો છે, પરંતુ હવે આ જ ફોર્મેટમાં રિતેશ દેશમુખ એક એવો શો લાવી રહ્યો છે જેમાં આરોપો લાગશે જો કે, તે ગંભીર નહીં પણ જબરદસ્ત કોમેડી સાથેના આરોપ હશે. આ વેબ શોનું નામ છે 'કેસ તો બનતા હૈ' અને તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
કેસ તો બનતા હૈનું ટ્રેલર રિલીઝઃ
'કેસ તો બનતા હૈ' એક કોમેડી રિયાલિટી શો છે જેમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ જોવા મળશે. શોના ટ્રેલરમાં કરણ જોહર, કરીના કપૂર, અનિલ કપૂર, રોહિત શેટ્ટી, વરુણ ધવનથી લઈને સારા અલી ખાન જોવા મળી રહ્યા છે. આ તમામ સ્ટાર્સ કોર્ટમાં હાજર રહીને વકીલ બનેલા રિતેશ દેશમુખના સવાલોના જવાબ આપશે. કોમેડીથી ભરપૂર આ શોના ટ્રેલરે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે.
રિતેશ દેશમુખ કેસ ચલાવશેઃ
કેસ તો બનતા હૈ વેબ શો એમેઝોન મિની ટીવી પર 29 જુલાઈએ જોઈ શકાશે. આ શોમાં રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) વકિલ બનશે. તો ડિજિટલ કંટેંટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કુશા કપિલા (Kusha Kapila) શોમાં જજ બનશે. આ સાથે કોમેડી રોલથી જાણીતા બનેલા વરુણ શર્મા (Varun Sharma) પણ બોલીવુડ સેલિબ્રીટીના વકિલ તરીકે જોવા મળશે. આ શો સાપ્તાહિક હશે અને તેને જોવા માટે તમારે કોઈ ચાર્જ આપવાની જરુર નથી. જો તમારી પાસે એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન છે તો તમે એમેઝોન મિની ટીવી પર આ શો ઘરે બેઠાં જોઈ શકશો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
